તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદ પંથકમાં ધીમી ધારે બે ઇંચ વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદમાં ભારે બફારા બાદ ધીમીધારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઇ ગયા હતાં. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે હળવદ પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

હળવદમાં ગુરૂવાર સાંજ અને શુક્રવાર સવારથી ભારે બફારા સાથે વરસાદ ધીમી ધારે વરસ્યો હતો. મામલતદાર કચેરી, ખોજાખાના, ભવાનીનગર, રામનગર, કરાચી કોલોની, ડી.વી.પરમાણી શાળા, સરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી હતી.આથી નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાં. હળવદમાં બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો.