તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • The Question Of Religious Organization Vadhvan Crore Land Sale Notice

વઢવાણમાં ધાર્મિક સંસ્થાની કરોડો રૂપિયાની જમીન વેચાણ પ્રશ્ને નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોમન પ્લોટની ૪૪૨૩.૬૧ ચો.મી. જમીન ખાદીગ્રામઉદ્યોગ મંડળને આપવાનો મામલો: ગેરકાયદે કાર્યવાહી પ્રશ્ને ડીડીઓની નોટિસથી દોડધામ

ઝાલાવાડમાં જમીન ક્ષેત્રે તેજી આવતા જમીન કૌભાંડો વધી રહ્યાં છે.વઢવાણની એક ધાર્મિક સંસ્થાની વઢવાણમાં સર્વે નં. ૨૩૧૫ પૈકી ૧૦.૩૭ એકર જમીનમાં પ્લોટ પડ્યા છે. આ કોમન પ્લોટની ૪૪૨૩.૬૧ ચોરસ મીટર સોનાની લગડી સમાન જમીન માત્ર રૂ. ૧ ના ટોકન દરે ખાદી ગ્રામઉદ્યોગ મંડળ સુરેન્દ્રનગરને આપી દેવાાતા ચકચાર ફેલાઇ છે. ત્યારે આ કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે અપાયાની લેખિત રજુઆત થતાં જિલ્લા વિકાસ અધિકારીએ બંને પક્ષોને નોટિસ આપતા ચકચાર ફેલાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન ક્ષેત્રે તેજી આવતા રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનોએ પણ ઝંપલાવ્યું છે. કરોડો રૂપિયાની જમીન સસ્તામાં પડાવી લેવા રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો સક્રિય બન્યા છે. ત્યારે વઢવાણ શહેરની એક ધાર્મિક સંસ્થાની જમીન સર્વે નં. ૨૩૧૫ પર ૧૦ એકર ૩૭ ગૂંઠા આવેલી છે. આ જમીનમાં પ્લોટ પાડીને વેચાણ થયું છે.

આ સોનાની લગડી સમાન જમીનનો ૪૪૨૩.૬૧ ચોરસ મીટર કોમન પ્લોટ પણ રખાયો હતો. પરંતુ આ કરોડો રૂપિયાની કિંમતની ચાર હજાર ચારસોથી વધુ ચોરસ મીટર જમીન માત્ર એક રૂપિયાના ટોકન ભાવે ખાદી ગ્રામોઉદ્યોગ મંડળી સુરેન્દ્રનગરને રજિસ્ટ્રર દસ્તાવેજ આપવામાં આવી હતી. ત્યારે આ વેચાણ ગેરકાયદે હોવાની લેખિત રજુઆતો થઇ હતી.ત્યારબાદ શરતભંગનો કેસ,રિવિઝન અરજીની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ વઢવાણની ધાર્મિક સંસ્થા અને ખાદી ગ્રામઉદ્યોગ મંડળીને નોટિસો આપતા ચકચાર ફેલાઇ છે.આ નોટિસમાં જણાવ્યાં મુજબ વઢવાણ સર્વે નંબર ૨૩૧૫ પૈકી ૧૦ એકર ૩૭ ગૂંઠાની જમીનમાં ૪૪૨૩.૬૧ ચોરસ મીટર કોમન પ્લોટ આવેલો છે. આ કોમન પ્લોટ સુરેન્દ્રનગરની ખાદીગ્રામઉદ્યોગ મંડળીને ટોકન ભાવે અપાયો છે. પરંતુ સવાલવાળી જમીનનાં કોમન પ્લોટનું વેચાણ સરકારી જોગવાઇ મુજબ થઇ શકતું નથી. આથી આ ગેરકાયદેસર કાર્યવાહી હોવાથી કાર્યવાહી હાથ ધરવાની થાય છે.

આથી આ અંગે રજુઆત કરવાની હોય હાજર રહેવા તાકીદ કરાઇ છે. આ અંગે જિલ્લા પંચાયત કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, આ કેસ અંગે વઢવાણ તાલુકા પંચાયતને જાણ કરાઇ છે. આ ઉપરાંત વઢવાણની ધાર્મિક સંસ્થા અને ખાદીગ્રામોઉદ્યોગને પણ જાણ કરી છે.