ઝાલાવાડમાં અગનગોળા વરસ્યા: ધ્રાંગધ્રા ૪૭.પ ડિગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઝાલાવાડમાં અગનગોળા વરસ્યા: ધ્રાંગધ્રા ૪૭.પ ડિગ્રી
- કાળઝાળ ગરમીની અસરથી જનજીવન અસ્તવ્યસ્ત: બપોરના ૧૨ થી પાંચ વાગ્યા સુધી જાણે બજારોમાં કરફ્યુનો માહોલ છવાયો

ઝાલાવાડ વિસ્તારમાં ઉનાળામાં ગરમીનો પારો દીનપ્રતિદીન વધી રહ્યો છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં ગરમીનો પારો બપોરના સમયે વધીને ૪૭.પ ડિગ્રીએ પહોચ્યો છે. ત્યારે ગરમીને લીધે લોકોનાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. અને બપોરના સમયે બજારો ખાલીખમ જોવા મળી રહી છે. જયારે ગરમી અને તાપને લીધે લોકો ત્રાહિ‌મામ પોકારી ગયા છે.
ઉનાળામાં ધ્રાંગધ્રા પંથકમાં ગરમીનો પારો સામાન્ય રીતે ૪પ ડિગ્રીની આસપાસ રહે છે. ત્યારે આ પારો વધીને ૪૭.પ ડિગ્રી સુધી પહોંચ્યો છે.

બપોરના સમયે સૂર્યદેવ અગનગોળા વરસાવતા હોય તેમ જણાઇ રહ્યું છે. અને ગરમીને લીધે લોકોના જનજીવન પર અસર જોવા મળી રહી છે. બપોરના ૧૨ થી પાંચ વાગ્યા સુધી જાણે બજારોમાં કરફ્યુનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોના અવરજવર અને ભીડ જોવા મળતી બજારો ખાલીખમ અને સૂમસામ જોવા મળી રહ્યો છે. ત્યારે ગરમીથી બચવા બપોરના સમયે લોકો પોતાના ઘરમાં ભરાઇ રહે છે.

ત્યારે વગડામાં રહેતા ખેડૂતો-માલધારી અને મજૂરો ઝાડવાના છાંયા નીચે બેસી તડકાથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યાં છે. જયારે પક્ષીઓ અને પ્રાણીઓ પર ગરમીની અસર જોવા મળી રહી છે. પક્ષીઓ ઝાડ પર છાયા પસંદ કરી બેસી જાય છે. બીજી તરફ રણ વિસ્તારમાં મીઠુ પકવતા અગરીયાઓની પરિસ્થિતિ ભારે દયનીય બની છે. અને તેના લીધે રણ વિસ્તારમાં ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ હોવાથી પરિવાર સાથે રહેતા અગરીયાઓ તડકા કે ગરમીથી બચવા રણમાં બનાવેલ નાના ઝૂપડામાં ભરાઇ રહેવાનું પસંદ કરે છે.
આગળ વાંચો, ગરમીથી બચવા શરૂ કરવું જોઇએ, ગરમીની અસર બાળકો અને વૃધ્ધો પર વધુ