તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Surendranagar Ramp Distraught Ratanaparavasiono Turbulence

સુરેન્દ્રનગરમાં રસ્તાથી ત્રસ્ત રતનપરવાસીઓનો હંગામો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧૦ હજારથી વધુ લોકોને સતાવતી સમસ્યા હલ કરવામાં તંત્રની ઉદાસીનતા સામે રોષ:રસ્તા પરના ખાડાને કારણે સર્જાતા અકસ્માતોએ અનેક નિર્દોષના ભોગ લીધા છે

રતનપરમાં કોળી સમાજની વાડીથી આલ્ફા સ્કૂલ સુધી આવેલા મહત્વના રસ્તા પર પડેલા ખાડાને કારણે ત્રસ્ત શહેરી જનોએ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો. અંદાજે ૧૦ હજારો લોકોની અવર જવર ધરાવતા આ રસ્તાની સમસ્યા અંગે અનેક વાર રજૂઆતો કરવા છતા કોઇ કાર્યવાહી ન થતા લોકોએ અસંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા થોડા અંશે હળવી બની છે. પરંતુ રતનપરના અનેક વિસ્તારોમાં આજે પણ પાણી ભરાવાની સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આવા સમયે રતનપર કોળી સમાજની વાડીથી આલ્ફા સ્કૂલ સુધીનો રસ્તો આ વિસ્તારમાં રહેતા અંદાજે ૧૦ હજારથી વધુ લોકો માટે અવર જવરનો રસ્તો છે.

હજારો લોકોની સમસ્યા હોવા છતા નગરપાલિકામાંથી કોઇ ડોકાયુ પણ નથી : આગળ વાંચો