• Gujarati News
  • Surendranagar: IOC Gets Has Stolen Of Pipelines Police Action

સુરેન્દ્રનગર:IOCની પાઈપલાઇન ચોરનારને નહીં બક્ષાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાઇપ ચોરીની તમામ પોલીસ મથકને કડક કાર્યવાહી કરવા સૂચના : જિ. પોલીસવડા
- બેઠકમાં ચોરી અટકાવવાના પગલાની માહિતી અપાઇ

સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇનમાં અવારનવાર ચોરીના બનાવો બને છે. ત્યારે આઇઓસીના સુરેન્દ્રનગર અને વિરમગામના અધિકારીઓએ જિલ્લા પોલીસ વડા સાથે બેઠક કરીને તેમને આ અંગે માહિતી આપી હતી. જેમાં જિલ્લા પોલીસવડાએ આ અંગે તમામ પોલીસ મથકને સૂચના આપી કડક કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇનની દેખરેખ માટે ધ્રાંગધ્રા રોડ પર દૂધરેજ પાસે મોટુ વેસ્ટર્ન રીજીયનનું યુનીટ બનાવાયુ છે. તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇનમાં અવારનવાર અસામાજીક તત્વો ચોરી અને તોડફોડના બનાવો બને છે. આથી સુરેન્દ્રનગર આઇઓસીના કે.કે.ચૌધરી, એલ.સી.શાહ, ખુરશીદ આલમ સહિતનાઓએ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રકુમાર અસારી સાથે બેઠક કરી હતી.
વઘુ વિગતો વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો..