તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડીમાં બાઇકસવારોનો એસ.ટી.બસ પર પથ્થરમારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડીમાં જીન રોડ ઉપર પૂરપાટ ઝડપા આવી રહેલા બાઇકસવાર એસ.ટી.બસ ઉપર પથ્થરમારો કરી ભાગી છુટયા હતાં. આ બનાવમાં બસના ચાલક તથા એક મહિલા મુસાફરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

સુદામડા -લીંબડી રૂટની એસ.ટી.બસ ઉપર લીંબડીમાં જીન રોડ ઉપર પથ્થરમારો થયાના બનાવે ભારે ચકચાર ફેલાઇ છે. લીંબડી જી.કે.મંડળ હાઇસ્કૂલ પાસે પૂરપાટ ડબલ સવારીમાં આવતા બે બાઇકસવારોએ બસનો ચાલક કાંઇ સમજે તે પહેલા બસના આગળના કાચ ઉપર પથ્થરો મારી જુની તાલુકા પંચાયત જીનપરાવાળી શેરીમાં ભાગી છૂટયા હતાં. એકાએક પથ્થરમારો થતાં બસના ચાલક ઘનશ્યામસિંહ ઝાલાને હાથમાં કાચની કરચો ઘૂસી જતાં લોહીલુહાણ થઇ ગયા હતાં.

જ્યારે પાછળ બેસેલા એક વૃદ્ધાને પણ પથ્થર વાગતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી. છાશવારે એસ.ટી.બસ તથા કર્મચારીઓ પર થતા હુમલાનાં બનાવ સંદર્ભે લીંબડી એસ.ટી.ડેપમાં કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. બસના ચાલક ઘનુભાના નિવેદન આધારે પોલીસે ગુનો નોંધી ભાગી છુટેલા બાઇકસવારને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં.