તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલાના નાની મોરસલમાં રેતી ચોરી: ૧.પ૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા, જસદણ, રાજકોટના મોટા માથાના હજુ વધુ નામ ખૂલશે

સુરેન્દ્રનગર જિલ્લામાં પસાર થતી નદીઓમાં મોટાપાયે રેતીચોરી થાય છે. આ અંગે અવારનવાર તંત્ર દ્વારા દરોડા પાડવા છતાં રેતીચોરી અટકતી નથી. ત્યારે સુરેન્દ્રનગર ખાણખનીજ તંત્ર ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામની નદીના પટમાં ત્રાટકયુ હતુ. જેમાં રેતી ભરેલા ડમ્પરો સાથે રૂ. દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ દરોડો પડતા ખનીજ માફીયાઓમાં નાસભાગ મચી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવા નદીમાં ઠેરઠેર મોટાપાયે રેતીચોરી થાય છે. રેતીચોરો કરોડો રૂપિયાની રેતીની દિવસ-રાત ચોરી કરી ડમ્પર અને ટ્રેકટરોમાં લઇ જઇ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે. આ અંગે અવારનવાર સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ, મામલતદારની ટીમ તથા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે. તેમ છતાં ઝાલાવાડમાં બેફામ રેતીચોરી થઇ રહી છે.

ત્યારે ચોટીલા પંથકમાં પણ પસાર થતી ભોગાવા નદીમાંથી મોટાપાયે રેતીચોરી થતી હોવાની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી એમ.આર.વાળાને મળી હતી. આથી ખાણ ખનીજ વિભાગના તેજપાલસિંહ ડોડીયા અને માઇન સુપરવાઇઝર આશીષભાઇ પટેલે સીકયોરીટી સાથે ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે દરોડો કર્યો હતો. જેમાં નદીના પટમાં રેતી ભરીને પસાર થતા ૭ વાહનો કિંમત રૂપિયા ૧.૪૦ કરોડના ઝડપાયા હતા. જયારે આ વાહનોમાંથી રૂપિયા ૧૦ લાખથી વધુની રેતી પણ જપ્ત કરવામાં આવી હતી. ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે અચાનક રેતીચોરી અંગે ખાણ ખનીજ ખાતાએ દરોડો કરતા રેતીચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

દરોડા સમયે વાહનોમાં રેતીભરતા અને વાહનના ડ્રાયવરોમાં નાસભાગ મચી હતી. પોતે ખાણ ખનીજ અને સીકયોરીટીના હાથે ઝડપાઇ ન જાય તે માટે મજૂરો અને વાહનના માલીકોએ નદીના પટમાં દોટ મૂકી હતી. આ અંગે ખાણ ખનીજના કર્મચારીઓ દ્વારા ચોટીલા પોલીસમાં નાની મોરસલ ગામની નદીમાં રેતીચોરી અંગે ગુનો દાખલ કરાવાયો છે. જ્યારે આ રેતી કયાં લઇ જવામાં આવનાર હતી તે અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે. જોકે, આ રેતીચોરીમાં ચોટીલા, જસદણ, રાજકોટ સહિ‌તના મોટા માથાઓના નામ ખૂલવાની શકયતા પોલીસ વ્યકત કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો