રતનપરમાં સમાધાન માટે ખેડૂત પાસેથી રાજકોટની ગેંગે ૩પ લાખ માંગ્યા હતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોન અપાવવાનાં બહાને ખેડૂતને ચૂનો લગાવવાનાં કારસ્તાનમાં ચોંકાવનારી વિગતો ખૂલી

રતનપરમાં રહેતા ખેડૂતને લોન અપાવવાનાં બહાને રૂ. ૭ કરોડની જમીનનું પૈસા આપ્યા વગર બાનાખત કરાવવાનાં કારસ્તાનનો સુરેન્દ્રનગર એલસીબીએ પોલીસે પર્દાફાસ કર્યો છે. ત્યારે પોલીસ સાણસામાં સપડાયેલા ભેજાબાજોએ ખેડૂતની જમનીનું બાનાખત કરાવી સમાધાન કરવા માટે રૂ. ૩પ લાખની માંગણી કરી હોવાનું તપાસમાં ખૂલ્યુ હતું.

મુખ્ય સૂત્રધાર રાજેશ પ્રભાતભાઇ મીયાત્રા અને દલાલ અશોકભાઇ દડુભાઇ ચાવડા,જગદીશભાઇ મનહરલાલ ભટ્ટ અને શકિતસિંહ અજીતસિંહ ઝાલા સહિ‌તની ટોળકી પ્રથમ કોને નિશાન બનાવવાના છે તેની પ્રથમ રેકી કરતા હતાં. ત્યારબાદ તેની જરૂરીયાત મુજબ પૈસાની વાત કરતા હતાં. આટલુ જ નહીં રતનપરનાં ખેડૂત હેમંતભાઇ માવજીભાઇ પટેલ સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય રાજકોટથી ઓફિસમાં સ્વામિનારાયણ ભગવાનના ફોટા ગોઠવી પોતે પણ સત્સંગી હોવાનો ડોળ કરીને ખેડૂતોનો વિશ્વાસ જીતી લીધો હતો.

રૂ. ૭ કરોડની જમીન સામે રૂ. ૨.પ કરોડ લોન અપાવવાની લાલચ આપી જંત્રી મુજબનાં ભાવે રજીસ્ટાર બાનાખત કરાવી લીધુ હતું. બાનાખત થઇ ગયા બાદ આરોપીઓ કારમાં નાસી છૂટયા હતાં. બાનાખત બાદ માલિક જમીન વેંચતો પણ નુકસાન જાય તેવી સ્થિતી સર્જા‍ઇ હતી. આ બાબતે સમાધાન કરવા માટે આરોપીઓએ રૂ. ૩પ લાખ માંગ્યાનું પણ તપાસમાં ખૂલ્યુ હતું. સુરેન્દ્રનગર એલસીબી પોલીસ આડશ ઉભી કરનાર કારની તપાસ હાથ ધરી છે.