થાનમાં તોલમાપ વિભાગનો દરોડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ભાંડો ફૂટ્યો | શાકભાજી-કરિયાણાના 11 વેપારીઓ પાસેથી દંડ વસૂલ્યો
સુરેન્દ્રનગર:થાનમાં વેપારીઓ છેલ્લા ઘણા સમયથી વજનમાં ગોલમાલ કરીને ગ્રાહકોને છેતરવાની રાવ ઉઠી હતી. આથી તોલમાપ વિભાગની ટીમે થાન શહેરમાં દરોડો કર્યો હતો. જેમાં શાકભાજી તથા કરિયાણાના 11 વેપારીઓ પાસેથી રૂપિયા 5150નો હાજર દંડ વસૂલ કર્યો હતો.થાન શહેરમાં વેપારીઓ છેલ્લા થોડા સમયથી વજનમાં ગોલમાલ કરી ગ્રાહકોને છેતરતા હોવાની ફરિયાદો ઉઠતા જિલ્લા તોલમાપ કચેરીની ટીમ દ્વારા થાન શહેરમાં દરોડો કરાયો હતો.
જેમાં જિલ્લા તોલમાપ અધિકારી એસ.પી.પંડ્યા, ઇન્સપેકટર એલ.એન.પટેલ, જે.એમ.મહીડા, ડી.પી.સોલંકી, પી.એમ.કણઝરીયા સહિતનાઓએ થાનના સ્ટેશન રોડ, આઝાદ ચોક, મુખ્ય બજાર, અમરાપર રોડ, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોની શાકભાજી અને કરીયાણાની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં વજનમાં ઘાલમેલ કરતા 11 વેપારીઓ તોલમાપ ખાતાની ઝપટે ચડ્યા હતા. આથી તોલમાપ વિભાગની ટીમે આ વેપારીઓને સ્થળ પર નોટીસ આપી રૂપિયા 5150નો હાજર દંડ વસૂલ કર્યો હતો. થાન શહેરમાં તોલમાપ વિભાગે ચેકિંગ હાથ ધરતા ખોટુ કરતા વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી.