રાહુલે અગરિયાઓ સાથે મુલાકાત કરી, લોકોએ મનરેગાના પૈસા બાબતે વિનવણી કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી બાલાસિનોરથી સભા પૂરી કરીને અગરિયાઓને મળવા માટે સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા. ત્યાં તેમણે લોકો સાથે ચર્ચા કરી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. લોકોએ તેમને જણાવ્યું હતું કે હજુ સુધી અમને મનરેગાના પૈસા નથી મળ્યા, પૈસાની વાત માત્ર કાગળ પુરતી સિમીત રહી ગઈ છે તો જલ્દીથી તે પૈસા અમારા સુધી પહોંચે તે માટે આગળ કાર્યવાહી થાય.
વધુમાં લોકોએ પોતાના પ્રશ્નો જણાવતા કહ્યું હતું કે અમારી પાસે પૈસા નથી, અમને લોન નથી મળતી કે મકાન બનાવવા માટે અમારી પાસે જમીન પણ નથી તો અમને એવો આધાર ઉભો કરી દેવામાં આવે જેથી કરીને અમને લોન મળે અને અમે જમીન અને પૈસા મેળવી શકીએ અને કોઈ આધાર ઉભો કરી શકીએ.
લોકોએ જણાવ્યું કે અમારી પાસે જમીનો હતી પરંતુ અમારા બાપ દાદા વખતે હતી પરંતુ તે પણ પાછી લઇ લેવામાં આવી તો એ માટે યોગ્ય કાર્યવાહી થાય અને અમને પુરતો આધાર મળી રહે તેવા પ્રયત્નો કરવાની રાહુલ ગાંધીને વિનવણી કરી હતી.