સુરેન્દ્રનગરમાં 'સર’ના વિરોધમાં ખેડૂતોનું હલ્લાબોલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખેડૂતોએ 'જાન દેંગે, પણ જમીન નહીં’ના નારા લગાવ્યા
- સુરેન્દ્રનગર અને પાટડીમાં
દેખાવો
- પાટડીથી૧પ૦૦ બાઇકોની રેલી નીકળી : ૩ હજારથી વધુ ખેડૂતો જોડાયા

ગુજરાત સ્પેશ્યિલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એકટ - ૨૦૦૯ અંતર્ગત સરના કાળા કાયદામાં રણકાંઠાના ૧૨ ગામોનો પણ સમાવેશ કરાયો છે ત્યારે આ કાયદાની વિરૂધ્ધમાં ખેડૂતોએ પાટડીથી ૧પ૦૦ બાઇકોની રેલી કાઢી સ્થાનિક કક્ષાએ હલ્લાબોલ કર્યો હતો.જયારે જિલ્લા કલેકટર કચેરીએ આવેદન આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.


ગુજરાત સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન એકટ - ૨૦૦૯ એટલે કે બહુચરાજી - માંડલ સરનું જાહેરનામુ તા. ૧૪-પ-૨૦૧૩ના રોજ જાહેર કરાયુ છે. જેમાં પાટડી તાલુકાના રણકાંઠાના ૧૨ ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગુરૂવારે રણકાંઠાના અંદાજે ૩૦૦૦થી વધુ ખેડૂતો સરના કાળા કાયદાના વિરોધમાં સવારે ૮-૦૦ કલાકે દસાડાથી અંદાજે ૧પ૦૦ બાઇકોની રેલી નીકળી હતી. જયારે ૧૨ મુદ્દાઓના વિરોધ સાથેનું આવેદનપત્ર પાટડી મામલતદાર આર.કે.સોનાગરાને આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો.