તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Protest Against CU Shah College In Wadhwan Latest News

વઢવાણ: વિદ્યાર્થી બાદ યુનિ. દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભાવિ અંધકારમાં |સી.યુ.શાહ યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજોમાં અનિશ્ચિત મુદત સુધી શૈક્ષણિક કાર્ય બંધનો નિર્ણય
- નિર્ણયથી 10 કોલેજના વિદ્યાર્થીઓને અસર

વઢવાણ: સી.યુ.શાહ યુનિ. દ્વારા ફી વધારો કરવામાં આવતા અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક સપ્તાહથી આંદોલન ચાલી રહ્યુ છે. ત્યારે આ અંગે કોઇ ઉકેલ ન આવતા સી.યુ.શાહ યુનિવર્સિટી વઢવાણ દ્વારા અનિશ્ચિત મુદત સુધી 10 જેટલી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે. વિદ્યાર્થીઓ અને હવે યુનિવર્સિટી દ્વારા અનિશ્ચિત મુદ્ત માટે કોલેજો બંધ કરાવાનો નિર્ણય બંને પક્ષે નુકશાનકારક સાબિત થશે.

ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા નીમવામાં આવેલ ફી નિર્ધારણ કમિટીએ 2014-15 થી 2016-17 માટે ટ્યૂશન ફી અને નિતિ નિયમો જાહેર કર્યા છે. ત્યારે વઢવાણ – કોઠારિયા રોડ પર આવેલ સી.યુ.શાહ યુનિ. દ્વારા ફી વધારો કરવાનું વિદ્યાર્થી સંગઠ્ઠન એબીવીપીના ધ્યાનમાં આવતા એક સપ્તાહથી આંદોલન ચાલી રહ્યુ છે. આ આંદોલનમાં પોલીસ, સંચાલકો અને એબીવીપીના આગેવાનો વચ્ચે ચકમક ઝરતા અશાંત પરિસ્થિતિનું વાતાવરણ સર્જાતા સી.યુ.શાહ યુનિવર્સિટી દ્વારા અનિશ્ચિત મુદત સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની નોટિસ કેમ્પસમાં ઠેરઠેર ચોટાડવામાં આવી છે.

આ નોટિસમાં જણાવાયા મુજબ કોલેજોમાં અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વ્યાજબી કારણ સિવાય અશાંત પરિસ્થિતિનું વાતાવરણ ઉપસ્થિત કરવામાં આવ્યુ છે. આથી વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ કોલેજ કેમ્પસનું થતુ જાનમાલનું નુકશાન અટકાવવા માટે અનિશ્ચિત મુદત સુધી તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય મુલતવી રાખવામાં આવશે. આથી 10થી વધુ કોલેજોના 600 જેટલા વિદ્યાર્થીઓને અસર થશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ નોટિસની ઐસી તૈસી કરીને બુધવારના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં જ કાર્યક્રમો યોજાયા હતા
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....