તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાયણ સ્વામી લીંબડીમાં હોવાની બાતમી, પોલીસે કર્યુ સર્ચ ઓપરેશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લીંબડીમાં આસારામ આશ્રમમાં સુરત પોલીસના ધામા
- સંચાલકોને વોરંટ અને નોટિસ બજવણી કરી આશ્રમમાં સર્ચ ઓપરેશન કર્યું

લીંબડી નેશનલ હાઇવે પર આવેલા આસારામના આશ્રમ પર સુરત પોલીસ પહોંચી હતી. આ પોલીસ ટીમે આશ્રમના ખૂણે ખૂણા તપાસ્યા હતા. જેમાં નારાયણસાંઇ તથા તેમના ભાગેડુ અન્ય ચાર સાથીદારોને હાજર થવા ફરમાન કરતું વોરંટ અને નોટિસની સ્થાનિક વહીવટદારને બજવણી કરી હતી.

સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં આસારામના પુત્ર નારાયણ ઉર્ફે નારાયણ સાંઇ વિરુદ્ધ દુષ્કર્મ સંદર્ભેનો ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ આ ગુનામાં પોલીસથી નાસતા ફરતા નારાયણ સાંઇ તેમજ આ ગુનામાં જ ફરાર એવા ગંગા ઉર્ફે ધર્મીઠા ઉર્ફે ગંગા મધુસુદન પટેલ, જમના ઉર્ફે ભાવના મધુસુદન પટેલ, કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન લાલ બહાદુર ઠાકુરની શોધખોળ કરવા સુરત શહેર જી ડિવિઝન પોલીસ કમિશનર આર.એ.મુન્શીની સૂચનાથી લીંબડી આસારામ આશ્રમ ખાતે આવી પહોંચી હતી.

આગળ વાંચો વિવાદિત નોટિસ બાર્ડ વાંચી પોલીસ ચોંકી ઊઠી