સુરેન્દ્રનગર:થાનમાંથી ગૌમાંસ પકડાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શિવસેના અને પોલીસે ચોટીલાથી થાન સુધી ફિલ્મી ઢબે પીછો કર્યો
થાન:ચોટીલા પાસેથી ગૌમાંસ ભરેલો ટેમ્પો રાત્રિના સમયે પસાર થઇ રહ્યો હોવાની બાતમી શિવસૈનાને મળી હતી. આથી હાઇવે ઉપર વોચ ગોઠવતા ટેમ્પો હાઇવે ઉપર ચડવાના બદલે થાન રોડ ઉપર ચડી ગયો હતો.ત્યારે ચોટીલા શિવસેનાના કાર્યકરોએ તેનો ફિલ્મી ઢબે થાન સુધી પીછો કરતા થાન હાઇસ્કૂલ પાસે રહેણાંક મકાન સાથે અથડાતા ટેમ્પો ઝડપાઇ ગયો હતો.

ચોટીલા પાસેથી ગૌમાંસ ભરેલો ટેમ્પો પસાર થઇ રહ્યો હોવાની બાતમની તાલુકા શિવસેના પ્રમુખ હરેશભાઈ ચૌહાણ્ને મળી હતી. આથી તેમણે દલસુખભાઈ, વિપુલભાઈ તથા અન્ય કાર્યકરો સાથે રાત્રિના સમયે વોચ ગોઠવી હતી. પરંતુ ટેમ્પા ચાલકને ગંધ આવી જતા તેણે થાન રોડ ઉપર ટેમ્પો ચડાવી દીધો હતો. ત્યારે ચોટીલાથી થાનના 20 કિમી રસ્તા ઉપર ટેમ્પાનો ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન જીવદયાપ્રેમીઓને અટકાવવા માટે ટેમ્પા ચાલકે એસીડના બલ્બ, લોખંડના સળીયા, ટેમ્પાની ટાંકી સહિતના હથિયારો રોડ ઉપર ફેંક્યા હતાં. તેમ છતા પીછો કતા ટેમ્પો હાઇસ્કૂલથી અવળા રસ્તે ચડી જતાં રહેણાંક મકાન સાથે અથડાઇ પડયો હતો. ત્યારે અંધારાનો લાભ લઇ ચાલક તથા તેનો સાગરીત નાસી છૂટ્યા હતાં. આ ટેમ્પાની તલાસી લેતા તેમાંથી રૂ. બે લાખની કિંમતનું દોઢ ટન ગૌમાંસ ઝડપાઇ જતા રોષની ફેલાઇ હતી.