લીંબડીમાં નૂતન સ્વામિનારાયણ મંદિરે ઊજવાયો પાટોત્સવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી ખાતે અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિરને ત્રણ વર્ષ પૂર્ણ થતા તૃતિય પાટોત્સવ સંપન્ન થયો હતો.
પ્રમુખસ્વામી મહારાજે ૧૦૯ વખત લીંબડી પધરામણી કરી લીંબડીનગરને શીખર મંદિર અર્પણ કર્યું છે. સદ્દગુરૂવર્ય મહંતસ્વામિના સાનિધ્યમાં તૃતિય પાટોત્સવ સંપન્ન થયો હતો.

આ પ્રસંગે મોટા મંદિરના મહંત લલીતશરણદાસજી, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. આ તૃતિય પાટોત્સવ દરમિયાન મહાપૂજા, નીલકંઠની પ્રતિમાને અભિષેક, અન્નકૂટ દર્શન, પ્રસાદનો હરીભકતોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સત્સંગીજીવનસ્વામી, સોમપ્રકાશસ્વામી, ધર્મકુબેરસ્વામી, બ્રહ્મતીર્થસ્વામી, ગઢડાના આધ્યાત્મસ્વરૂપસ્વામી, સુરેન્દ્રનગરના મુનિદર્શનસ્વામી, ભક્તવત્સવસ્વામી, મુકુંદજીવનસ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

પાટોત્સવ પ્રસંગે મુખ્ય યજમાન વિનુભાઇ અરવિંદભાઇ, સૂર્યકાંતભાઇ શેઠ પરિવારનું સન્માન કરાયુ હતુ. આ પાટોત્સવને સફળ બનાવવા લીંબડી મંદિરના કોઠારી સંતસ્વરૂપસ્વામિ, સંતમંડળ તેમજ સત્સંગ મંડળે જહેમત ઉઠાવી હતી.