તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • More Than 300 Units Sold To Business Owners Tax Notice

વ્યવસાય વેરો ન ભરતાં ૩૦૦થી વધુ એકમોના માલિકોને નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરની હોટેલ, ગેરેજ, તબીબો સહિતના ક્ષેત્રના વ્યવસાયકારો ઝપટે ચડ્યા
- વ્યવસાય વેરો ન ભરનાર સામે સુરેન્દ્રનગર પાલિકાની લાલ આંખ


શહેરી વિસ્તારમાં વ્યવસાય કરતા દરેક વ્યક્તિએ નગરપાલિકામાં વ્યવસાય વેરો ભરવો ફરજિયાત છે.છતાં સુરેન્દ્રનગર શહેરમાં અનેક લોકો ધમધોકાર ધંધો કરતા હોવા છતા પાલિકાનો વેરો ભરતા નથી.આથી આવા એકમોના માલિકો સામે નગરપાલિકા દ્વારા નિયમનો દંડો ઉગામીને ૩૦૦થી વધુ વ્યવસાયકારોને નોટિસ ફટકારી પાલિકાનો કર ભરવા માટે તાકિદ કરી છે.પરિણામે કર ન ભરનાર વ્યવસાયકારોમાં દોડધામ મચી હતી.

સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોમાં નાના વેપારીથી લઇને ઉદ્યોગપતિ સુધીના તમામને વેરાના સાણસામાં લેવામાં આવ્યાં છે.નવા નિયમો મુજબ શહેરમાં લારી,કે કેબિન રાખીને રળતા લોકોને પણ વ્યવસાય વેરામાં સમાવી લીધા છે. સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરમાં સર્વે કરીને પાંચ હજારથી વધુ લોકોને વ્યવસાય વેરાની યાદીમાં સમાવી લીધા છે.જેમાં વકીલો,ડોક્ટરો, મોટી હોટેલો સહિતના નાના મોટા દરેક વ્યવસાયકારોનો સમાવેશ થયો છે.

પરંતુ અનેક વેપારીઓ વ્યવસાય વેરો ભરવામાં ગલ્લા તલ્લા કરતા હોવાથી સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વેપારીઓ સામે નોટિસનું શસ્ત્ર ઉગામ્યુ છે.શહેરમાં વ્યવસાય વેરો ન ભરતા ૩૦૦થી વધુ વ્યાપારી એકમોના માલિકોને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને ૧૫ દિવસમાં વ્યવસાય વેરો ભરવા તાકીદ કરાઇ છે.જો વેપારીઓ પાલિકાની નોટિસને ઘોળીને પી જશે તો તેમની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનું પાલિકા દ્વારા આયોજન કરાયુ છે.નોટિસ મળતાની સાથે બાકીદારોમાં દોડધામ મચી હતી.

- બાકીદારોના બેંકખાતા સીલ થશે : ચીફ ઓફિસર

મિલકત ધારક હાઉસટેક્ષ નથી ભરતા ત્યારે તેમની મિલકત સીલ કરવાનો નિયમ છે. પરંતુ જ્યારે વેપારી વ્યવસાય વેરો નથી ભરતા ત્યારે તેમના બેંકના ખાતા સીલ કરવાની જોગવાઇ છે. જે લોકોને નોટિસ આપવામાં આવી છે તેઓ જો પૈસા નહી ભરે તો તેમના બેંકના ખાતા પણ સીલ થઇ શકે છે.

- ડોક્ટરો અને મજૂરી કામનો ટેક્સ સરખો

સરકારે વ્યવસાય વેરાના જે નિયમો બનાવ્યા છે તે બાબતે ખાસ કરીને નાના માણસોને અન્યાય થઇ રહ્યો હોવાની લાવણી ફેલાઇ છે. કારણ કે શહેરમાં વર્ષે કરોડોની પ્રેકિટસ કરતા તબીબ અને ગેરેજમાં બોડીકામ કરતા શ્રમજીવી આ બંનેનો રૂ. એક હજારનો સરખો જ ટેક્સ આંકવામાં આવ્યો છે.તો શું આ બંને વ્યવસાયકારો સરખા છે ? આ સવાલ લોકોમાં રોષનું કારણ બની ગયો છે.