તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલાવાડનાં શિવાલયો આજે બમ્ બમ્ ભોલેના નાદથી ગૂંજી ઊઠશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાશિવરાત્રિ પ્રસંગે શિવપૂજન અને ભાંગનું ભારે મહત્ત્વ

મહા શિવરાત્રિ પર્વ હોવાથી શિવભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શિવરાત્રિ નિમિત્તે શિવભકતો શિવાલયોમાં વહેલી સવારથી ઉમટી પડે છે. જિલ્લાના શિવાલયો શિવપૂજન, શોભાયાત્રા સાથે હર હર મહાદેવ અને બમ્ બમ્ ભોલેના નાદથી ગૂંજી ઉઠશે.સુરેન્દ્રનગર શહેરમાં ધોળીધજા ડેમ પાસે ધોળેશ્વર મહાદેવ મંદિરે મેળો યોજાશે. આ મેળામાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડશે. જયારે વઢવાણ-માળોદ રોડ પર આવેલ ટાઢી વડલી, જોરાવરનગર, રતનપર અને સુરેન્દ્રનગરના પ્રખ્યાત શિવાલયોમાં શિવપૂજન યોજાશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હળવદ, લીંબડી, ચોટીલા, પાટડી તાલુકાઓના શિવમંદિરોમાં શોભાયાત્રા, શિવપૂજન, મહાઆરતી શિવમંદિરોમાં યોજાશે. જયારે શિવભક્તો ભાંગની પ્રસાદી બનાવવાના કાર્યમાં લાગી જતા ભાંગ અને લીલાગરના રસિયાઓ અધીરા બન્યા છે. ત્યારે મહાશિવરાત્રિની ઝાલાવાડમાં ઉમંગભેર ઉજવણીની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. બુધવારે ભક્તો શિવાલયની સાફ સફાઇ કરી મંદિરને શણગારવાનાં કાર્યમાં લાગી ગયા હતાં.

શિવરાત્રિ પર્વે સુરેન્દ્રનગર શહેરની અનુપમ સોસાયટીમાં ગાયત્રી પરિવાર સત્સંગ મંડળ દ્વારા વિરાટ દિપયજ્ઞ અને આનંદનો ગરબો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા હરપાલસિંહ ચૂડાસમા, એલ.ડી.સોની, મયૂરસિંહ પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો