સવલાસ પાસે ૭.૨૦ લાખની મત્તા સાથે વિદેશી દારૂ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૨૭૬ બોટલો અને ૧૯૨ બિયરનાં ટીનનો જથ્થો જપ્ત
પોલીસે કારનો પીછો કરતાં આરોપી કાર મૂકી નાસી છૂટયો


પાટડી-બજાણા રોડ પર બાતમીના આધારે એલસીબી ટીમ અને પાટડી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી વોચ ગોઠવી હતી. આ દરમિયાન સવલાસ ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી સ્ર્કોપિ‌યો કારને આંતરતા ચાલક કાર મૂકીને નાસી છૂટયો હતો. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૨૭૬ બોટલો,૧૯૨ બિયરના ટીન મળી આવ્યો હતાં. આ બનાવમાં પોલીસે ઘટના સ્થળેથી કાર અને વિદેશી દારૂ સહિ‌ત રૂ. ૭.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એલસીબી પી.આઇ.જે.પી.રાઓલની સૂચનાથી એલસીબીના કરમશીભાઈ સાપરા, રણછોડભાઈ, દેવીસિંહ, લક્ષ્મણસિંહ, દશુભા, દિપસિંહ, પ્રવીણભાઈ, ડાયાલાલ, નાગજીભાઈ, કિશનભાઈ, હરીસિંહ તેમજ પાટડી પી.એસ.આઈ. વાય.બી.ગોહિ‌લ, બી.એન.શ્રીમાળી, મૂળરાજસિંહ, જે.એમ.ગોવિંદીયા, આર.સી.ગામેતી, પ્રતાપસિંહ સહિ‌તની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સવલાસ ગામ પાસે વોચ રાખી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી સફેદ કલરની સ્ર્કોપીયો ગાડીને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....