તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાં રૂ. ૯ લાખથી વધુની મતા સાથે વિદેશી દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બે ગાડીમાંથી માલ ઉતારે તે પહેલા પોલીસ ત્રાટકી: પ્રેસ લખેલી કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો

સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલી શકિત સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો. આ દરમિયાન એક મકાનમાંથી અને ગાડીઓમાંથી વિદેશી દારૂનો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ બનાવમાં પોલીસે વિદેશી દારૂ, બે ગાડીઓ સહિ‌ત રૂ. ૯,૦૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કારમાંથી નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર વિદેશી દારૂ ઠાલવીને વેચાણ કરાતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે વિદેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો ઝડપી પાડવા માટે જિલ્લાપોલીસ વડા ડી.એન.પટેલે કડક આદેશો કર્યા છે.

ત્યારે બાતમીના આધારે ડીવાય.એસ.પી. એ.કે.વાનાણી, પી.આઈ. બી.બી.ભોગારા, પીએસઆઈ પી.બી.રામાનુજ, એ.એસ.આઈ. યાકુબભાઈ દરવાડીયા, ધનરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, સંજયસિંહ, મહેન્દ્રસિંહ,વિજયસિંહ, સરદારસિંહ, સુરૂભા, દિલીપસિંહ, વિક્રમભાઈ, હરદેવસિંહ, જે.જે.પરમાર સહિ‌તની ટીમે દાળમીલ રોડ પર આવેલ શક્તિસોસાયટીના મકાન નંબર-બે માં રાત્રિના સમયે દરોડો પાડયો હતો. ત્યારે મકાનની બહાર રહેલી બે ગાડીઓમાંથી એક ગાડીમાંથી શખ્સ પોલીસને જોઇને નાસી છૂટયો હતો. જ્યારે ગાડીઓની તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ઘટના સ્થળેથી પોલીસે જુદી જુદી બ્રાંડની ૩૨૩ વિદેશી દારૂની બોટલો, ૪૦૦ ટીન બીયરના મળી આવ્યા હતાં. પોલીસે રૂ. ૧.૯૩ લાખનો વિદેશી દારૂનો જથ્થો, એક સ્ર્કોપિયો ગાડી અને વેગન-આર ગાડી સહિ‌ત રૂ. ૯,૦૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ બનાવમાં નાસી છૂટેલા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથો બાપાલાલ પરમાર વિરૂદ્ધ સિટી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. ત્યારે પોલીસે નાસતા ફરતા આરોપીને પકડવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો