મૂળીની મુખ્ય બજારમાં લટકી રહેલ પુસ્તકાલય કોઇનો ભોગ લેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દબાણ હટાવ કામગીરી બાદ જેમની તેમ સ્થિતિ રહેતાં લોકોમાં પરેશાની

મૂળી શહેરમાં ગત વર્ષે મામલતદાર દ્વારા મુખ્ય બજારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ બાંધકામ જેમનું તેમ રહેતા બજારમાંથી પસાર થતા લોકો પરેશાન થઇ ગયા છે. આ વિસ્તારમાં આવેલ પુસ્તકાલય નમી ગયુ હોવાથી અકસ્માત સર્જા‍વાની ભિતી સેવાઇ રહી છે.

મૂળી હાઇવેથી ટાવર સુધી મૂળી મામલતદાર અને પીડબલ્યુડી દ્વારા એક વર્ષ પહેલા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. ત્યારબાદ અડધા મકાન અને દુકાનોનો સામાન લટકતો હોવાથી લોકો મુશ્કેલી ભોગવી
રહ્યા છે.

આ વિસ્તારમાં આવેલ જૂની લાઇબ્રેરીનો એક ભાગ નમી ગયો છે. જે ગમે ત્યારે નીચે પડે તેમ છે. આથી તાકિદે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે. આ અંગે ભૂપેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ કે, આ પુસ્તકાલય છેલ્લા ઘણા સમયથી લટકી રહ્યુ છે. અહીં દરરોજ અનેક લોકોની અવરજવર રહે છે. આથી કોઇ જાનહાની થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે તો આ અંગે પીડબલ્યુડી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે.