સુરેન્દ્રનગર:ચોમાસું જવા છતા રસ્તાઓ કાદવથી ખદબદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(
-લખતરમાં મહિલાઓ પાણી ભરવા જાય ત્યારે કાદવના કારણે બેડા સાથે લપસવાના બનાવો બને છે..

લખતર :લખતર ગામે આવેલ ભરવાડવાસ ચોમાસુ જવા છતાં ગંદકીથી ખદબદતો છે. આથી આ વિસ્તારના લોકો પરેશાન થઇ ઉઠ્યા છે. ત્યારે પોસ્ટ ઓફિસ પાસેના વિસ્તારની ગંદકીના કારણે રોગચાળાનો ભય ઉભો થયો છે.લખતર ગામના ઘણા વિસ્તારમાં ચોમાસુ જવા છતાં પણ કાદવ કિચડ ગયો નથી.
આથી રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારની બહેનોને પાણી ભરવા જવામાં તકલીફનો સામનો કરવો પડે છે.પાણી ભરેલા બેડા સાથે મહિલાઓ લપસી જવાના બનાવો પણ બને છે. આથી આ વિસ્તારનાએ રજૂઆત કરી છે,જેમાં આ વિસ્તારની સાફ સફાઇ થાય-દવાનો છંટકાવ થયા તેવી લાગણી સાથે રોષ ઠાલવ્યો હતો.