લખતરમાં નેવામાંથી પથ્થર પડતાં સશસ્ત્ર ધીંગાણું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતર તાલુકાના ઢાંકી ગામમાં રહેતા બે પાડોશી પરિવાર વચ્ચે ઘરના નેવાના પથ્થર પડતા બોલાચાલી થઇ હતી. આ મામલો બિચકાતા પડોશી મહિલા ઉપર સાત શખ્સોએ હથિયારો સાથે હુમલો કરતા મહિલાના ઇજા પહોંચી હતી.

લખતર પંથકમાં નજીવી બાબતે મારામારીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામમાં મંજુબેન બુધાભાઈ કોળી અને દીલાભાઈ ગેમરભાઈના ઘર બાજુબાજુમાં જ આવેલા હતાં. ત્યારે મંજુબેન બુધાભાઈ કોળીના ઘરના નેવાના પથ્થરો અચાનક પડતા દીલાભાઈના ઘર પાસે પડ્યા હતાં.

ત્યારે આ બાબતે બોલાચાલી થતાં મંજુબેને પડેલા પથ્થરો સવારે લઇ લેવાનું જણાવ્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલા દીલાભાઈ ગેમરભાઈ, ઇશાભાઈ ગેમરભાઈ, અંબારામભાઈ છેલાભાઈ સહિતના શખ્સોએ ધારિયુ, કોદાળી જેવા હથિયારો સાથે મંજુબેન પર હુમલો કર્યો હતો.