• Gujarati News
  • Judgment : Tradesman, An Oil Trader, Manufacturer A Six month Sentence And Fined

ન્યાયનો દંડો :દુકાનદાર, તેલના વેપારી, ઉત્પાદકને છ માસની સજા અને દંડ ફટકારાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સુરેન્દ્રનગરમાં તેલમાં ભેળસેળ મામલે..
- વર્ષ 2003માં તેલના નમૂના લેવાયા હતા
સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં તેલના વેપારીઓ ભેળસેળ વાળુ તેલ વેચતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ફૂડ વિભાગની ટીમે તા. 11-6-13ના રોજ શહેરની પરોઠા હાઉસની દુકાનેથી તેલના નમૂના લીધા હતા. તેલના નમૂના ફેઇલ થતા પરોઠા હાઉસના માલીક, તેલની પેઢી, ઉત્પાદક સામે કેસ ચાલી જતા કોર્ટે દુકાનદાર, તેલના વેપારી અને ઉત્પાદકને છ માસની સજાનો હૂકમ કર્યો છે.
ફૂડ વિભાગની ટીમે તા. 11-6-13ના રોજ શહેરમાં દરોડા કરી શ્રવણ ટોકીઝ પાસેના નોવેલ્ટી પરોઠા હાઉસમાં વપરાતા સીંગતેલના લીધેલા નમૂના ફેઇલ જતા ફૂડ વિભાગનાઇન્સપેકટર કે.વી.ડાભીએ નોવલ્ટી પરોઠા હાઉસના ચંદ્રકાંતભાઇ ચાવડા, જગજીવનભાઇ દલવાડી, તેલની વેપારી પેઢી વીપીનચંદ્ર પારેખ અને તેના ભાગીદારો પિયુષ પારેખ અને મેહુલ પારેખ, તેલના ઉત્પાદક કાલાવાડની ગીતા ઓઇલ મિલ અને તેના માલીક મહેશભાઇ ગોવિંદભાઇ વાડી સામે કોર્ટમાં કેસ કર્યો હતો. કેસ સુ.નગરની ચીફ કોર્ટમાં ચાલી જતા જેમાં ચીફ કોર્ટના જજ પી.જે.ડાંગરે 1 મૌખીક પુરાવો અને 64 દસ્તાવેજી પુરાવા તપાસી ચંદ્રકાંતભાઇ ચાવડા, જગજીવનભાઇ દલવાડી, પિયુષ પારેખ અને મેહુલ પારેખ તથા મહેશભાઇ વાડીને 6 માસની સાદી કેદની સજા અને રૂપિયા 2 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 1 માસની સજાનો પણ હૂકમ કરાયો છે. તેલની પેઢી વીપીનચંદ્ર પારેખ અને તેલના ઉત્પાદક ગીતા ઓઇલ મિલને રૂપિયા 2 હજારનો દંડ ફટકારાયો છે. જો દંડ ન ભરે 1 માસની સજાનો હૂકમ કરાયો છે.