તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૧,૧૧,૦૦૦ શ્રીફળમાં કીડીયારું પૂરવાનો જીવદયાનો અનોખો પ્રસંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માળોદમાં ૩૦૦ કિલો ઘી, ર૦૦ મણ ઘઉં અને ગોળનું આજે કીડીયારું પુરાશે

ઝાલાવાડમાં જીવદયાનું કામ ખૂબ મોટા પ્રમાણમાં થઇ રહ્યુ છે. ત્યારે હાથીને મણ અને કીડીને કણ એ પંક્તિને અનુસરી વઢવાણ તાલુકાના માળોદ ગામની સીમમાં ૧,૧૧,૦૦૦ શ્રીફળમાં કીડીયારૂ પૂરવાનો જીવદયાનો અનોખો ઇતિહાસ આજે મહા શિવરાત્રી પર્વે રચાઇ રહ્યો છે. જેમાં ૩૦૦ કિલો ઘી, ર૦૦ મણ ઘઉં અને ગોળનું કીડીયારૂ શ્રીફળમાં પૂરવાની કામગીરી ગ્રામજનો કરી રહ્યા છે.

વઢવાણના માળોદ ગામના ભીમનાથ મહાદેવ મંદિરે કીડીયારૂ પૂરવાનો અનોખો ઇતિહાસ આજે મહા શિવરાત્રી પર્વ પર રચાશે. હિ‌ન્દુ ધર્મમાં કહેવત છે કે, ભગવાન કોઇને પણ ભૂખ્યો રહેવા દેતો નથી. હાથીને મણ અને કીડીને કણ આપી દે છે. આ કહેવતને વઢવાણના તાલુકાના માળોદ ગામના ગ્રામજનોએ સાર્થક કરી છે.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના માળોદમાં દેવોના દેવ ભીમનાથ મહાદેવના મંદિરે ૧,૧૧,૦૦૦ શ્રીફળમાં કીડીયારૂ પૂરાશે. ત્યારબાદ માળોદ ગામની સીમમાં ઝાડના મૂળમાં એક-એક શ્રીફળ મૂકીને કીડીયારૂ પૂરવાનો ઇતિહાસ રચાશે.

અગાઉ માળોદ ગામમાં પ હજાર શ્રીફળ ત્યારબાદ ૧૧ હજાર શ્રીફળનું કીડીયારૂ પૂરાતુ હતુ. ત્યારે હવે મહાશિવરાત્રીના મહાપર્વ પર ૧,૧૧,૦૦૦ શ્રીફળમાં કીડીયારૂ કરાયુ છે. જેમાં પ૦૦ મણ ઘઉં, ૨૦૦ મણ ગોળ અને ૩૦૦ કિલો ગાયના શુધ્ધ ઘીનો ઉપયોગ કરીને આ કીડીયારૂ બનાવાયુ છે.૧પ દિવસથી શ્રીફળમાં કીડીયારૂ પૂરવા માટે માળોદ, વાઘેલા, ખોલડીયાદ ગામના ગ્રામજનો રાતદિવસ સેવા આપી રહ્યા છે.શારદાપીઠ દ્વારકા જગતગુરૂ શંકરાચાર્ય તેમજ લલીતકિશોર મહારાજના આર્શીવાદ અને માર્ગદર્શન દ્વારા મોહનભાઇ પટેલ તથા તેમનો પરિવાર,ડો. શુકલ, માળોદના સરપંચ, ગ્રામજનો કીડીયારૂ પૂરવાનું કામ સફળ બનાવવા આયોજન કરી રહ્યા છે.

આ અંગે મોહનભાઇ પટેલે જણાવ્યુ કે, અમોએ અગાઉ ભારદ મેલડી માતાજીના ધામ પર પ હજાર શ્રીફળનું કીડીયારૂ કય્ર્‍ાંુ હતુ. ત્યારબાદ તલાળા ગીરમાં પાતાળેશ્વર મહાદેવની જગ્યાએ પણ પ હજાર શ્રીફળનું કીડીયારૂ પૂરાયુ હતુ.માળોદમાં કીડીયારૂ પૂરવાનો ઇતિહાસ બનાવીશુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો