લખતરમાં ભૂર્ગભ ગટરના કામની તપાસ માટે અધિકારીઓ દોડી આવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હલકી ગુણવત્તાવાળી પાઇપલાઈનો નંખાઇ હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો

લખતરમાંથી થયેલા ભૂર્ગભ ગટરનાં કામોમાં લોલમલોલની રાવ ઉચ્ચકક્ષાએ થઇ હતી. ત્યારે લખતરમાં બે નાયબ કાર્યપાલ ઇજનેર તપાસ માટે દોડી આવ્યા હતાં. અને તપાસના અંતે માત્ર લાઈન બદલવાની સૂચના જ અપાતા લોકોમાં રોષ ફેલાયો છે.

લખતર શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે ભૂર્ગભ ગટર યોજનાની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળી પાઇપલાઈનો નંખાઇ હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. ત્યારબાદ લોકો દ્વારા ઉચ્ચકક્ષાએ થયેલી રજુઆતો થતાં તંત્ર જાગ્યું હતું. ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેર એસ.આર.શાહ અને ભાસ્કર ત્રિવેદી તપાસ માટે દોડી આવ્યા હતાં. લખતર શહેરમાં બે સ્થળોએ પાઇપલાઈનો બતાવાઇ હતી. જેમાં પાઇપલાઈન તૂટેલી હતી.

તથા કુંડીના લેવલ બરાબર ન હતાં. આથી દોડી આવેલા અધિકારીઓએ ખરાબ પાઇપ લાઈન બદલાવવાની સૂચના આપી ચાલ્યા જતાં લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર ભાસ્કર ત્રિવેદીએ જણાવ્યું કે, અમુક લાઈનોમાં કાણા છે તે બદલાવવાની સૂચના અપાઇ છે. આ કાર્યવાહીથી લખતર વિસ્તારમાં બનતી ગટર યોજનામાં થતાં વ્યાપક ભષ્ટાચારને લપડાક મળી છે. આ સમગ્ર પોલ લોકોની જાગૃતતના કારણે જ ખૂલી છે.