તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલે માનવતા નેવે મુકી, લાશ કલાકો સુધી રઝળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સરકારી તંત્રે મોતનો મલાજો જાળવી ન શકતા લોકોનો ફિટકાર નગરપાલિકાએ લાશ લેવા કચરાની ગાડી મોકલતા રોષ ભભૂકી ઊઠયો
- વઢવાણ હોસ્પિટલનો વહીવટ ખાડે મૃતકની લાશ કલાકો સુધી રઝળી

વઢવાણ શહેરની કચેરીઓમાં પોપબાઇના રાજના લીધે હજારો લોકો ત્રાહિ‌મામ પોકારી ગયા છે. ભાવનગર જતી રેલવે ટ્રેનમાં જોરાવરનગરનો ક્ષત્રિય યુવાન આવી જતા મોત થયું હતું.આ યુવાનની લાશને હોસ્પિટલમાં ખસેડવા અને પી.એમ. કરવામાં કલાકો થતા લાશ રઝળી પડી હતી. ત્યારે મોતનો મલાજો જાળવવામાં વઢવાણ હોસ્પિટલ અને નગરપાલિકા તંત્ર સામે લોકોએ રોષ સાથે ફીટકાર વરસાવ્યો હતો.

વઢવાણ શહેરમાં સરકારી હોસ્પિટલ, નગરપાલિકા, મામલતદાર, તાલુકા પંચાયત કચેરીમાં લોલમલોલ અને પોલમપોલનો વહીવટની બૂમરાણો ઉઠી છે. ત્યારે વઢવાણ સામૂહિ‌ક આરોગ્ય કેન્દ્ર અને નગરપાલિકા તંત્રે મોતનો મલાજો જાળવી ન શકવાની ઘટના બહાર આવી છે.

આગળ વાંચો હોસ્પિટલે કેવો વ્યવહાર કર્યો મૃતક સાથે