તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિસ્કવરીના હિરોને પણ ‘ભૂ’ પાઈ દેશે આ ગુજ્જુ યુવાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- 300 ગરોળીઓને પેટમાં પધરાવી છે આ ગુજરાતી યુવાને
- જીવતી ગરોળી અને વીંછીને પેટમાં પધરાવતો પાટડીનો યુવાન

- ૩૦ વર્ષનો મુકેશ અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ ગરોળી ખાઈ ચૂક્યો છે

ગરોળી,વીંછી કે વંદાનું નામ પડતા જ ભલભલા કઠણ હૃદયનાં માનવીના મનમાં ભયનું લખલખુ પસાર થઇ જાય છે ત્યારે જીવતી ગરોળી,ઝેરી વીંછી અને વંદાને પેટમાં પધરાવતો પાટડીનો યુવાન લોકોમાં કૌતુક સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.પાટડીના ૩૦ વર્ષના આ ઠાકોર યુવાને અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ જીવતી ગરોળી,૨૦થી વધુ ઝેરી વીંછી અને સંખ્યાબંધ વંદાને પેટમાં પધરાવી ચૂકયો છે.

ઝાલાવાડના રણકાંઠા વિસ્તારનો ૩૦ વર્ષનો ઠાકોર યુવાન જ્યારે જીવતી ગરોળી,ઝેરી વીંછી કે વંદાને પળવારમાં પકડીને પેટમાં પધરાવે છે ત્યારે જોનારામાં સૌ કૌતુક સાથે આશ્રયમાં ગરકાવ બની મોંઢામાં આંગળા નાખી જાય છે.

આગળ વાંચો કપચી અને પથ્થર શુદ્ધા આરોગી જાય છે