• Gujarati News
  • Gang Rap With Just 11 Years Old Girl In Suredndranagar

હેવાનોની હેવાનિયત: માત્ર ૧૧ વર્ષની બાળા પર પાંચ નરાધમો દ્વારા ગેંગરેપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માત્ર ૧૧ વર્ષની બાળા પર પાંચ નરાધમો દ્વારા ગેંગરેપ
- હેવાનોની હેવાનિયત - સાડાચાર કલાક સુધી માસૂમ બાળા પર અત્યાચાર ગુજારતા રહ્યા
- ધ્રોલના લતીપુર ગામે બનેલી ઘટનાથી લોકોમાં ભારે રોષ, કડક કાર્યવાહીની માગ


જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના લતીપુર ગામે સીમ વિસ્તારમાં માત્ર ૧૧ વર્ષની એક ગરીબ બાળકીને નિદ્રાધીન અવસ્થામાં જ ઉઠાવી જઇ પાંચ હવસખોર શખ્સોએ ખેતરમાં સામૂહિ‌ક દુષ્કર્મ આચરતાં સમગ્ર સમાજ સ્તબ્ધ થઇ ગયો છે. વાસનાંધ બનેલા રાક્ષસોએ એ લાચાર તરુણી પર સાડાચાર કલાક સુધી અમાનુષી અત્યાચાર ગુર્જાયો હતો. અને બાદમાં વહેલી સવારે તેને ખેતરમાં કણસતી મૂકી ભાગી ગયા હતા. આ ધૃણાસ્પદ બનાવની જાણ થતાં જ પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી પાંચેય નરાધમોને ઝડપી લીધા હતા.

જ્યારે ઇજાગ્રસ્ત બાળાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સમગ્ર હાલારમાં ચકચાર જગાવનાર ગેંગરેપ પ્રકરણની પ્રાપ્ત વિગતો મુજબ, ધ્રોલ તાલુકા મથક નજીક આવેલા લતીપુર ગામે નાગપુર સીમ વિસ્તારમાં આવેલ એક ખેડૂતની વાડીમાં ખેતમજૂરી કરતાં પરિવારની ૧૧ વર્ષની બાળા પોતાની ઓરડીમાં ઘસઘસાટ ઊંઘતી હતી ત્યારે વાસનાંધ બનેલા રમેશ રેમુ, ભોલો ખેમુ, મુકેશ ખેમુ, કુવરસિંગ રૂપસિંગ અને ઉમંગસિંગ નામના પાંચ આદિવાસી મજૂર શખ્સોએ બાળાને ઉઠાવી ખેતરમાં લઇ ગયા હતાં.

આગળ વાંચો, નરાધમો સામે ચોતરફથી ફિટકાર, ધ્રોલ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ, ગેંગરેપ ગુજારતા તેણી લોહીલુહાણ થઇ ગઇ હતી