તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘‘ગુજરાતનું નામ સાંભળી પોલીસે હેલિકોપ્ટરમાંથી ઉતારી દીધા’’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બદ્રીનાથથી પરત ફરેલા સુરેન્દ્રનગરના ચાર યાત્રિકની વ્યથા
- પોલીસના અમાનવીય વલણનો અનુભવ : બદ્રીનાથથી ૪ દિવસ ચાલી જોષીમઠ પહોંચ્યા


ઉત્તરાખંડમાં સર્જાયેલા જળપ્રલયમાં મોત સામે બાથ ભીડી ૧૭ દિવસ ઝઝૂમ્યા હતા. ત્યારે હિંમત નહોતા હાર્યા. પરંતુ હેલીકોપ્ટરમાં બેઠા બાદ ગુજરાતમાંથી આવીએ છીએ તેવુ કહેતા હેલીકોપ્ટરમાંથી બબ્બેવાર ઉતારી દેવાયા હતા. ત્યારે ખરેખર મનથી ભાંગી ગયા હતા. કોણ ઉતારશે ૩૦૦ કિ.મી. નીચે ? આ સવાલ રાત્રે ઉંઘવા ન્હોતો દેતો’. આ હૈયા વરાળ છે બદ્રીનાથમાં ફસાયા બાદ અનેક યાતનાઓ ભોગવી ઘરે પરત ફરેલા સુરેન્દ્રનગરના પરિવારની.

આગળ વાંચો : આર્મીમાં માનવતા દેખાઇ, બાકી બધા લુટારા, ૧૭ દિવસ બાદ તેઓ અનેક યાતનાઓ ભોગવી ઘરે પરત ફર્યા હતા, સહન કરેલી યાતનાની વાત કહેતા તેમનો અવાજ થરથરવા લાગ્યો હતો