તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડીમાં પીવાના પાણી સાથે માછલીઓ આવતાં દેકારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નગરપાલિકાની ટીમ ઇન્દિરાનગર ખાતે ધસી ગઇ

પાટડી ઇન્દિરાનગરમાં દિવાળીના તહેવાર સમયે ઝાડા-ઊલ્ટીના રોગચાળાએ માથુ ઊંચકયું છે ત્યારે પીવાના પાણી સાથે માછલીઓ આવતા દેકારો મચી ગયો હતો. આ બનાવની જાણ થતા નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી.

પાટડીના ઇન્દિરાનગરમાં પાલિકાની પાણીની પાઇપલાઇન લીકેજ થતા રોગચાળાએ માથુ ઉંચકયુ હતુ. ત્યારે ફરી નગરપાલિકા દ્વારા પાઇપલાઇન વાટે પાણી આપવામાં આવતા પીવાના પાણીમાં માછલીઓ આવતા લોકોમાં દેકારો મચી ગયો છે. એકબાજુ ઝાડા ઉલ્ટીનો રોગચાળો અને બીજી બાજુ પીવાના પાણી સાથે માછલીઓ આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ બનાવની જાણ થતા પાલિકા પ્રમુખ અમૃતભાઇ વાઘેલા, ઉપપ્રમુખ મંગુબેન ઠાકોર, કારોબારી ચેરમેન રશ્મિકાંત પરીખ, પૂર્વ પાલિકા પ્રમુખ મુકેશભાઇ દેસાઇ સહિ‌તનો સ્ટાફ ઇન્દિરાનગર ખાતે ધસી ગયો હતો. અને પીવાના પાણી સાથે માછલીઓ કયાંથી આવી તેની સઘન તપાસ કરી રિપેિંરગ કામ હાથ ધરાયું હતું.

આ અંગે પાટડીના દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું કે, શુક્રવાર સવારથી જ આ વિસ્તારમાં પીવાના પાણી સાથે માછલીઓ આવતી હતી. આથી તાકિદે નગરપાલિકાનું ધ્યાન દોરાતા પાલિકાના અધિકારીઓ અને સ્ટાફ દોડી આવ્યા હતા.


આ અંગે પાલિકા પ્રમુખ અમૃતભાઇ વાઘેલાએ જણાવ્યું કે, પીવાના પાણી સાથે માછલીઓ આવવાની ફરિયાદ મળતા તાકિદે તમામ લીકેજ યુદ્ધના ધોરણે રિપેર કરાવી લોકોની ફરિયાદનું તાકિદે નિવારણ કરાયું હતું.બીજી બાજુ દિવાળીના તહેવાર સમયે જ આરોગ્ય વિભાગની ટીમને ઉજાગરા થતા તેમનો તહેવાર બગડયો હોવાનો ગણગણાટ સાંભળવા મળતો હતો.