કામલપુરનાં ખેડૂતોને રસ્તા બાબતે અંતે ન્યાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી મામલતદારે કામલપુર ગામના ખેડૂતોની તરફેણ કરતા હુકમ કર્યો
પાટડી તાલુકાનાં કામલપુર ગામે આવેલા પ૦ મેગા વોટનાં મસમોટા પાવર પ્રોજેકટ એકમમાં મોટા પાયે સરકારી ખરાબામાં દબાણ કરાયાની સાથે ખેડૂતોનાં ખેતરમાં જવા આવવા વર્ષો જૂના માર્ગ બંધ કરી દેવાયો હતો. ત્યારે આ અંગેનો દિવ્ય ભાસ્કરના અહેવાલનો પ્રચંડ પડઘો પડતા પાટડી મામલતદારે કામલપુર ગામના ખેડૂતોની તરફેણ કરતા હુકમ કર્યો છે. ન્યાય માટે લડતા કામલપુર ગામના ખેડૂતોને એક વર્ષના અંતે ન્યાય મળ્યો હતો.
પાટડીના કામલપુરમાં ઉજ્જવલા પાવર પ્રા.લી. અને રિસ્પોન્સીવ સુભય પ્રા.લી.નાં નામે પ૦ મેગા વોટનાં પાવર પ્રોજેકટ એકમમાં એન.એ.અને એન.ઓ.સી. વગરની નવી શરતની જમીનમાં બાંધકામ કરાયુ છે. એકમમાં મોટા પાયે સરકારી ખરાબામાં દબાણ ખરાવાની સાથે કામલપુર ગામના સંખ્યાબંધ ખેડૂતોનાં ખેતરમાં જવા આવવાના સરકારી માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે તાર ફેન્સીંગ કરી ગેરકાયદેસર રીતે કબજો કરાયો હોવાથી ખેડૂતોએ પાટડી મામલતદાર કોર્ટમાં લેખિત રજૂઆતો કરી હતી.
પ્રિચંડ પડઘો પડતા પાટડી મામલતદાર ર્કોટે કંપનીની વિરૂદ્ધમાં અને ખેડૂતોની તરફેણમાં ચૂકાદો આપતા લેખિત હુકમ કર્યો હતો.જેમાં સર્વે નં. ૭૦ અને ૭૧ની વચ્ચે સરકારી જમીન હોવા છતાં તાર-ફેન્સીગ કરેલા રસ્તાને સર્કલ ઓફિસર અને તલાટી કમમંત્રી દ્વારા પંચરોજકામ કરાયા બાદ પાટડી મામલતદારે સર્વે નં. ૭૦ અને ૭૧ વચ્ચે કંપનીના ખર્ચે અને જોખમે રસ્તો ખૂલ્લો કરવાનો હુકમ કર્યો છે.

સીટની ફરિયાદના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ન થતા ગાંધીનગર સુધી રજૂઆત
કામલપુર પાવર પ્રોજેકટ કેસમાં અગાઉ સીટમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં કંપનીએ ૬પ.૧૮ એકર સરકારી ખરાબામાં દબાણ કરાયુ હોવાનો રિપોર્ટ છે. સીટની ફરિયાદમાં જે આરોપીઓના નામ છે એમની વિરૂદ્ધ આજદિન સુધી કોઇ જ કાર્યવાહી ન કરાતા આ બાબતે છેક ગાંધીનગર સુધી રજૂઆત કરાતા આવારનાર દિવસોમાં આ કેસમાં નવા જૂનીનાં એંધાણ છે.

સર્કલ ઓફિસરની સહી બોગસ હોવાનો રિપોર્ટ છતાં કાર્યવાહી શૂન્ય
ડી.આઈ.એલ.આર.કચેરી દ્વારા જે આઠ માપણી સીટો રદ કરાઇ હતી. સાંથણીદારો દ્વારા બોગસ સહીસિક્કાવાળાસ્કેચ તથા રોજકામો રજૂ કરી માપણી કરાઇ હોવાની સાથે સર્કલ ઓફિસર પી.આર.મકવાણાની સહી પણ બોગસ હોવાનો રીપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં આ કેસમાં દોષિત લોકો સામે કોઇ જ કાર્યવાહી કરાઇ નથી.