ખેડૂતનો અનોખો શોખ: ૧૦ દેશોના અને અલભ્ય ભારતીય ચલણી સિક્કાનો છે સંગ્રહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સુરેન્દ્રનગરનાં ખેડૂત પાસે વિદેશી ચલણનો સંગ્રહ
- ૧૦ જેટલા દેશોના અને અલભ્ય ભારતીય ચલણી સિક્કાનો સંગ્રહ

સુરેન્દ્રનગરમાં રહેતા અને મૂળ લખતર તાલુકાના ઓળક ગામના ખેડૂતને વિવિધ દેશોના ચલણી સીક્કાનો સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. છેલ્લા ૧૦થી વધુ વર્ષથી અથાગ મહેનત બાદ તેમણે વિવિધ દેશોના ચલણી સીક્કાઓ અને ભારતીય અલભ્ય રાજાશાહી વખતના સીક્કાઓનો સંગ્રહ એકઠો કર્યો છે. ઝાલાવાડના લોકો કંઇક અલગ જ શોખ ધરાવતા હોય છે. જેમાં સુરેન્દ્રનગરની હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને મૂળ લખતર તાલુકાના ઓળક ગામના ૪૨ વર્ષીય હનુભા જગતસિંહ ઝાલાને વિવિધ દેશોના ચલણી સીક્કાઓ સંગ્રહ કરવાનો અનોખો શોખ છે.
હનુભા ઝાલા પાસે પાકિસ્તાન, ઇઝરાઇલ, સીંગાપુર, મલેશીયા, અમેરીકા, ઇંગ્લેન્ડ, ચીન સહિ‌તના દેશોના ૧૦૦થી વધુ ચલણી સીક્કાઓ છે.આ ઉપરાંત નેપાળની નોટો અને ચલણમાંથી ચાલી ગયેલી ભારતીય નોટો અને રાજાશાહી વખતના ચાંદીના સીક્કાઓનો પણ અલભ્ય ખજાનો છે. આ વિચીત્ર શોખ અંગે હનુભા ઝાલાએ જણાવ્યુ કે, આજથી ૧૦ વર્ષ પહેલા મારી પાસે એક વિદેશી ચલણનો સિક્કો આવ્યો હતો. ત્યારથી મને આવા સીક્કાઓનો સંગ્રહ કરવાનો શોખ જાગ્યો છે. જૂનાગઢના ગીરમાં ભરાતા ભવનાથના મેળામાંથી આવા અનેક ચલણી સીક્કાઓ મેં ખરીદ્યા છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...