સુરેન્દ્રનગર જિલ્લામાં ૮૬ ટીમો ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર બાજનજર રાખશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આચારસંહિ‌તાના અમલ માટે પણ વિવિધ ટીમોની રચના

ગુજરાતમાં આગામી ૩૦ એપ્રીલે યોજાનાર મતદાન અને પરીણામ સુધી આદર્શ આચારસંહિ‌તા પણ લાગુ થઇ ગઇ છે. આચારસંહિ‌તા લાગુ પડવાથી વિવિધ સરકારી કામો પર બ્રેક લાગી જાય છે.લોકસભાની ચૂંટણીમાં ઝુકાવનાર ઉમેદવારોના ફોર્મ ભરવાના સમયે નીકળનાર ટેકેદારોના સરઘસથી પરીણામ આવ્યા સુધી વિજેતા સરઘસ સુધીના ખર્ચ પર પણ ચૂંટણી પંચની બાઝ નજર હોય છે.સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આવતા જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ ૮૬ ટીમોની રચના કરવામાં આવી છે.

આ ટીમો ઉમેદવારી નોંધાવનાર દરેક રાજકીય પક્ષોના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નજર રાખશે. વર્તમાનપત્ર કે ટીવી માધ્યમો દ્વારા અપાતા સમાચાર પેઇડ ન્યૂઝ છે કે કેમ તેના પર પણ નજર રાખશે.રાજકીય પક્ષોની વિવિધ રેલી તથા સભાઓ સમયે આચાર સંહિ‌તાનો અમલ બરાબર થાય છે કે કેમ તેના પર પણ આ ૮૬ ટીમોની નજર રહેશે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી અને ચોટીલા વિધાનસભામાં ૨૨ ટીમોની રચના કરાઇ છે. જ્યારે ધ્રાંગધ્રા, દસાડામાં ૧પ અને વઢવાણ વિધાનસભા વિસ્તારમાં ૧૨ ટીમોની રચના કરવામાં આવી છે.