કોંઢ ગામમાં ડેન્ગ્યુનો ભરડો : ૧૦ વધુ કેસો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દર્દીઓને સારવાર માટે ખાનગી દવાખાનામાં દાખલ કરાયા : તંત્ર દ્વારા પગલા લેવા માગ

ધ્રાંગધ્રા તાલુકામાં રોગચાળાએ ભરડો લીધો છે. ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે તાવ-ડેન્ગ્યુ સહિ‌તનાં અનેક દર્દીઓ જોવા મળે છે, ત્યારે કોંઢ ગામમાં ૧૦થી વધુ કેસો ડેન્ગ્યુનાં જોવા મળ્યાં છે. જ્યારે ડેન્ગ્યુનાં દર્દીઓએ ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોઇ પગલા લેવામાં ન આવતા રોષ ફેલાયો છે. ત્યારે તાત્કાલીક આરોગ્ય વિભાગે પગલા લે તેવી માંગણી ઉઠી છે.

ધ્રાંગધ્રા પંથકમાં મોટા પ્રમાણમાં રોગચાળાએ માઝા મૂકી છે. ધ્રાંગધ્રા તાલુકાનાં કોંઢ ગામને જાણે ડેન્ગ્યુએ ભરડો લીધો હોય તેમ ૧૦ થી વધુ કેસો જોવા મળ્યા છે. ત્યારે દર્દીઓ દ્વારા ધ્રાંગધ્રા,સુરેન્દ્રનગર અને અમદાવાદ ખાનગી દવાખાનાઓમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આથી ડેન્ગ્યુનાં કેસો જોવા મળતા આ અંગે આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઇ છે.

આ દરમિયાન ડેન્ગ્યુનો રોગચાળો વધે નહીં તે માટે કોંઢ ગામમાં તાત્કાલીક યોગ્ય પગલા લેવાય તેવી લોકમાંગ ઉઠી છે. અને તાત્કાલીક આરોગ્ય ટીમો, ડોકટર અને દવાઓની સુવિધા સાથે કોંઢમાં તાવ, શરદી, ઉધરસ અને અન્ય દર્દીઓનું સર્વે હાથ ધરી સારવાર સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. કોંઢ ગામના સરપંચ દેવપાલસિંહ ઝાલાએ જણાવ્યું કે, કોંઢ ગામમાં ૧૦થી વધુ ડેન્ગ્યુના કેસો જોવા મળ્યા છે. અને દર્દીઓને સારવાર માટે ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોંઢ ગામમાં તાત્કાલીક ડોકટરો સાથેની ટીમો સાથે કેમ્પ કરી સારવાર માટે સુવિધા ઉભી કરી મચ્છરોનાં ઉપદ્રવને ઘટાડવા માટેની કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી માંગણી છે. હાલ ડેન્ગ્યુના કેસોને લીધે કોંઢ ગામમાં ભયનો માહોલ છવાઇ ગયો છે.

આગળ વાંચો વધુ વિગત