પાટડી પંચાયતોનું પરિણામ: કહી ખુશી કહી ગમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચાર ગામના સરપંચ અને ૧૫ વોર્ડના સભ્યોનું પરિણામ જાણવા પાટડીમાં ટોળેટોળાં ઊમટ્યાં

પાટડી તાલુકાની વડગામ, માલવણ, એછવાડા અને પોરડા ગામના સરપંચ અને ૧૫ વોર્ડના સભ્યોની ચૂંટણી રવિવારે યોજાઇ હતી. ત્યારે મંગળવારે પરિણામ જાણવા પાટડી બીઆરસી ભવનમાં લોકોના ટોળેટોળા ઉમટયા હતાં. પરંતુ પરિણામો જાહેર થયા બાદ ઉમેદવારો અને ટેકેદારોમાં કહી ખુશી કહી ગમ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે વિજેતા ઉમેદવારોએ જયઘોષના નારા અને અબિલ-ગુલાલની છોળો વચ્ચે પોતાનો વિજયોત્સવ મનાવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાની એક અને પાટડી તાલુકાની નવ એમ કુલ ૧૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ હતી. પરંતુ ધ્રાંગધ્રા તાલુકાની એક અને પાટડી તાલુકાની પાંચ ગ્રામપંચાયત સમરસ થઇ હતી. આથી પાટડી તાલુકાના વડગામ, માલવણ, એછવાડા અને પોરડા ગ્રામ પંચાયતની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં કુલ ૭૮.૩૩ ટકા મતદાન નોંધાયું હતું.

ત્યારે પાટડી ગાયત્રી મંદિર સામે બીઆરસી ભવનમાં મામલતદાર આર.કે.સોનાગ્રા, આર.જી.પટેલ, વી.એચ.મકવાણા અને કાનભાની રાહબરી હેઠળ મતગણતરી થઇ હતી. આ સમયે મતગણતરી સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતાં. જેમાં માલવણ ગામના સરંપચની ચૂંટણીમાં દુદાભાઈ નરસીભાઈ ડાભીને ૫૧૭ મત મળ્યા હતાં અને તેઓ ૨૫૯ મતે વિજયી બન્યા હતાં. જ્યારે પોરડા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં ભરતભાઈ વિટ્ઠલભાઈ પટેલને ૬૦૨ મત મળ્યા હતાં.

તેઓ ૨૮૫ મતે વિજેતા બન્યા હતાં. ત્યારબાદ વડગામ ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણીમાં કુલ ચાર ઉમદેવારો મેદાનમાં હતાં જેમાં નીતાબેન દાનુભાઈ પરમારને ૧૦૧૧ મત અને દાનીબેન અરજણભાઈ રાઠોડને ૯૯૦ મત મળતા નીતાબેન પરમારની ૨૧ મતે વિજય થયો હતો અને એછવાડા ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણીમાં ગણેશભાઈ મનજીભાઈ ઠાકોરને ૪૦૪ મત અને કાલુપુરી વાલપુરી ગોસ્વામીને ૩૮૦ મત મળતા ગણેશભાઇ ઠાકોરનો ૨૪ મતે વિજય થયો હતો.

ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ઉમેદવારોમાં કહી ખુશી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે વિજેતા ઉમેદવારોએ જયઘોષના નારા અને અબીલ ગુલાલની છોળો વચ્ચે પોતાનો વિજયોત્સવ મનાવ્યો હતો.

- એછવાડા ગ્રા.પં.ના વોર્ડના સભ્યો

વોર્ડ નં. ૧ કૈલાસબેન મનુભાઇ જાદવ ૫૫
વોર્ડ નં. ૨ ગજરાબેન બાબુભાઇ ઠાકોર ૮૧
વોર્ડ નં. ૩ માનુભા મદારસંગ વાઘેલા ૬૪
વોર્ડ નં. ૪ રમેશપુરી ઇશ્ચરપુરી વૈરાગી ૫૩
વોર્ડ નં. ૫ કનુભાઇ ભગાજી ઠાકોર ૮૪
વોર્ડ નં. ૭ કનુભાઇ કામસંગભાઇ જાદવ ૬૮

- પોરડા ગ્રામ પંચાયતના વોર્ડના સભ્યો

વોર્ડ નંબર જીતેલા ઉમેદવાર મળેલા મતો
વોર્ડ નં. ૧ ભારતીબેન દલસુખભાઇ પટેલ ૭૬
વોર્ડ નં. ૩ માધાભાઇ મેલાભાઇ પટેલ ૮૧
વોર્ડ નં. ૬ હરજીભાઇ લખમણભાઇ બાવરવા ૭૮
વોર્ડ નં. ૭ જયેશકુમાર મોતીભાઇ રાઠોડ ૫૯
વોર્ડ નં. ૨ વજુભાઇ મોતીભાઇ ચાવડા ૧૨૩
વોર્ડ નં. ૪ હંસાબેન હજુભાઇ રાઠોડ ૧૫૪
વોર્ડ નં. ૫ રમેશભાઇ અજુભાઇ રાઠોડ ૯૦
વોર્ડ નં. ૬ તખીબેન ધનાભાઇ પરમાર ૧૩૦
વોર્ડ નં. ૮ પ્રભુભાઇ કેસાભાઇ લેંચીયા ૧૫૩