ઝાલાવાડમાં દશેરા પર્વે શસ્ત્રપૂજન-રાવણદહન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વિજયા દશમીની ઉજવણી | ધ્રાંગધ્રા, લીંબડી, સુરેન્દ્રનગર સહિતનાં સ્થળોએ કાર્યક્રમો યોજાયા
- સમાજે એકતા અને શક્ષિણ ક્ષેત્રે આગળ આવવું પડશે : નિર્મળસિંહ ઝાલા

સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં દશેરા પર્વ પર શસ્ત્રપૂજન અને રાવણ દહનની પરંપરા છે. આ પરંપરા મુજબ ઝાલાવાડનાં ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર સહિતના પંથકોમાં દશેરાના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અસૂરો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો દિવસ એટલે વિજયાદશમી. આ દિવસે જ ભગવાન રામે દશ માથાળા રાવણનો વધ કરી રામરાજની સ્થાપના કરી હતી.આ પર્વને ઉજવવા સુરેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની દ્વારા શસ્ત્રપૂજન તથા રાવણદહનનાં કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં શહેરનાં મેળાના મેદાન ખાતે રાવણનાં પૂતળાને બાળવામાં આવ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ અને વઢવાણ શહેરમાં કારડિયા રાજપૂત સમાજે શસ્ત્ર પૂજન કર્યુ હતું.

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા-હળવદ રાજપૂત સમાજનાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઝાલાવાડ રાજપૂત સમાજનાં પ્રમુખ નિર્મળસિંહ ગંભીરસિંહ ઝાલા, ધ્રાંગધ્રા રાજઘરાના સીદબાપા કૌવરાણી સાહેબ, જ્યોતીબા ઝાલા, તખુભા બાપુ, ડો. એસ.ડી.ઝાલા, દીગુભા ઝાલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે નિર્મળસિંહ ઝાલાએ જણાવ્યું કે, રાજકીય રીતે કે અન્ય રીતે સમાજ પ્રગતી કરવી હશે તો સમાજે અન્ય સમાજની જેમ એકતા અને શિક્ષણ ક્ષેત્રે આગળ આવવુ પડશે. આ કાર્યક્રમને સફળ બનાવવા વિજયસિંહ ઝાલા, રૂદ્રપાલસિંહ ઝાલા, એન.કે.ઝાલા, પ્રદ્યુમનસિંહ ઝાલા, દિલીપસિંહ ઝાલા અને યુવનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

લીંબડી : લીંબડીમાં રાજપૂત ક્ષત્રિય સમાજની વાડી ખાતે પણ દશેરા પર્વે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ક્ષત્રિય સમાજનાં યુવાનો અને આગેવાનોએ પોતાના વિવિધ શસ્ત્રોની સામૂહિત ધાર્મિક વિધીથી પૂજન વીધી કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન જોરૂભા જાડેજાએ કર્યુ હતું. જ્યારે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પણ પી.એસ.આઈ. બી.વી.ઝાલા, પી.એસ.આઈ. બી.ડી.ગોહીલ, પી.ડી.રાણા, દશરથસિંહ વગેરેએ સરકારી શસ્ત્રોનું સામૂહિક વિધીવત પૂજન અર્ચન કર્યુ હતું.
વધુ તસવીર જોવા માટે ફોટો સ્ક્રોલ કરો...