તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Cleaning Performance Of Bhavnagar Municipalities Latest News

ભાવનગર : કચરાના ઢગ, કર્મીઓની ઘટ પણ કાગળ પર ચોખ્ખુચટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

કચરાના ઢગ, કર્મીઓની ઘટ પણ કાગળ પર ચોખ્ખુચટ
ભાવનગર જિલ્લાની નગર પાલિકાઓમાં બાબા આદમ વખતથી ચાલ તું કામદારોનું મહેકમ
ભાવનગર : ભાવનગર જિલ્લાની નગર પાલિકાઓ સફાઇ કામગીરી કાગળ ઉપરથી વાસ્તવિકતામાં પરિણમે તેવા કોઇ સંજોગો નથી. કેમ કે, સફાઇ કામદારોનું મહેકમ જ બાબા આદમ વખતથી ચાલ તું આવે છે. વસિ્તાર વધ્યા સાથોસાથ વસ્તી પણ વધી છતા કામદારોનું મહેકમ વધ તું નથી,આમા કયાંથી સ્વચ્છ ભારતની નેમ કયાંથી સાકાર થાય, તેવો વેધક સવાલ આમ જનતામાંથી ઉઠ્યો છે. તંત્રએ પહેલા ખાટલે જ ખોટ પુરવા માંગણી ઉઠી છે.
મહુવા બ્યુરો : મહુવામાં રોજ સફાઇ જાય છે. જુના ગામ તળ અને મુખ્ય રસ્તાઓ ઉપર સવાર-સાંજ સફાઇ કામ કરાય છે. તંત્ર કહે છે એક સેનેગરી ઇન્પેકટર વોચ રાખે છે. સફાઇ કામદારોનું સેટઅપ હ તું તેમા પણ સરકારે 20 ટકા કાપ મુકી દીધો છે. વસ્તી વધી, વસિ્તાર વધ્યો તેમા આ કામ મુક્યો, તેથી જે સફાઇ થવી જોઇએ તે થતી નથી અનેક વસિ્તારો એવા પણ છે કે, સમયસર સફાઇ થતી નથી તેવી ફરિયાદો રહે છે.
તળાજા બ્યુરો : શહેરમાં સફાઇ કામ થાય જ છે. દરેક વોર્ડમાં કામ કરાય છે તેમ તંત્ર દાવો કરે છે પણ કેટલાક વોર્ડમાં સફાઇ નામની માત્ર થાય છે. કાગળ ઉપર જ કામ થતું હોય તેવો રોષ રહીશો ઠાલવી રહ્યા છે લાખોનો ખર્ચ કરવા છતા કચરોના ઠગલા પણ જોવા મળે છે. ત્યારે તંત્ર વાહકોએ સ્થળ તપસ કરવા નગરજનોમાંથી માંગણી જન્મી છે.

વભીપુર બ્યુરો : શહેરમાં ફુલવાડી, નવુંસરદાર નગર આવાસ, ગોટીની વાડી, સોનાણીની વાડી, ગંગા જળિયા ટાંકી, ઇસ્કો, ખોડીયાર નગર, માધવબાગ સહિતના વસિ્તારો વધ્યા છતાં કામદારો થયાવત છે. લોકો વેરો ભરે છે પણ સમયસર સફાઇ થતી નથી, કયાંરે કચરો ઉપાડવો તે નક્કી નથી. તંત્રના આયોજનનો અભાવ વર્તાઇ રહ્યો છે.

આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો.....