• Gujarati News
  • Child And Women Eating Seed Than Poison Impact In Chotila

સુરેન્દ્રનગર:ચોટીલા ડુંગર પર વૃક્ષના બી ખાતા બાળકો, મહિલા સહિત 4ને અસર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો: પ્રસિધ્ધ ચામુંડા માતાજીનો ડુંગર)
-વડોદરાના પરમાર પરિવારે વૃક્ષના બી મીઠા લાગતા ખાધા પછી ઝેરી અસર થઇ
ચોટીલા:ચોટીલાના પ્રસિધ્ધ ચામુંડા માતાજીના ડુંગર ઉપર વડોદરાથી દર્શન કરવા પરમાર પરિવાર આવ્યો હતો. ત્યારે પરમાર પરિવારના 2 બાળકો અને 2 મહિલા સહિત 4 સભ્યોએ વૃક્ષના બી ખાઇ લેતા ઝેરી અસર થઇ હતી. આથી ચારેય વ્યકિતઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.ચોટીલાના પ્રખ્યાત ચામુંડા માતાજીના ડુંગર ઉપર વડોદરાનો પરમાર પરિવાર માતાના દર્શન કરવા આવ્યો હતો. ત્યારે આ પરિવારના બાળકો યશ મનોજભાઇ પરમાર, હર્ષ મનોજભાઇ પરમાર નામના બે બાળકોએ બાળ સહજ કુતૂહલતાથી આ વૃક્ષના બી ખાધા હતા.

આ બીનો ગળચટા જેવો સ્વાદ હોવાથી આ બાળકોની માતા વૈશાલીબેન તથા લતાબેન ડાયાલાલ પરમારે પણ બી ખાધા હતા. પરંતુ આ બીએ થોડા સમયમાં જ તેની અસર દેખાડવાનું શરૂ કર્યુ હતુ. જેમાં આ બન્ને બાળકો અને બન્ને મહિલાઓને ઝેરી અસર શરૂ થતા તેમની સાથે રહેલા પરિવારના અન્ય સભ્યોમાં દોડધામ મચી ગઇ હતી. અને તુરંત જ ચારેયને ચોટીલાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડો. મેથેલોને વધુ સારવાર જરૂર જણાઇ હતી. આથી તેમને પરિવારજનો વતન વડોદરા લઇ ગયા હતા.
ચોટીલાનો ડુંગર હજારો વર્ષ જૂનો છે. અહીંયા બીરાજતા માં ચામુંડાના દર્શન કરવા માટે લાખો ભાવીકો આવે છે. ડુંગર પર વર્તમાન સમયે હરીયાળી ફેલાયેલી છે. અનેક પ્રકારના વૃક્ષો અને છોડથી ડુંગર શોભી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને વૃક્ષ અને વનસ્પતીનું થોડુ ઘણુ જ્ઞાન હોવાથી કોઇ વસ્તુ ખાતા નથી. પરંતુ શહેરના લોકો સામાન્ય રીતે આવી બાબતથી અજાણ હોય છે. અને આથી અખાદ્ય વસ્તુ કયારેક ખાય છે. અને આવા બનાવો બને છે.