• Gujarati News
  • Ceramic Excise Search In Surendranagar Halvad Latest News

હળવદમાં સિરામિકનાં એકમમાં એક્સાઇઝનું સર્ચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સર્ચ થઇ રહેલ ફેકટરીમાંથી એકાદ કરોડ રૂપિયાની ડયૂટી ચોરી બહાર આવવાનું મનાઇ રહ્યું છે
- ચરાડવા પાસે આવેલી કલ્યાણ ટાઇલ્સમાં સવારથી ટીમના ધામા
- ડયુટીચોરી કરવા માટે એક જ બિલનો ઉપયોગ થતો હોવાની અટકળો

સુરેન્દ્રનગર, ચરાડવા: હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલી સિરામિકની ફેકટરીમાં સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. કલ્યાણ ટાઇલ્સ નામની આ ફેકટરીમાં મોટા પાયે ગેરરિતી ચાલતી હોવાનું બહાર આવવાની ચર્ચા ચાલી રહી છે.ત્યારે દંડની રકમ એક કરોડને પાર થશે તેવુ માનવામાં આવી રહ્યું છે.પરંતુ સાચી વિગત ટીમની સંપૂર્ણ તપાસ બાદ જાણવા મળશે.દરોડાને પગલે સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. મોરબી પંથકમાં રાત દિવસ ધમધમતી સિરામિકની ફેકટરીઓમાં કેટલીક ફેકટરીનાં માલિકો ટેક્સની ચોરી કરવા માટે અવનવા પેતરા અજમાવતા હોય છે. આ બાબતની નોંધ લઇને ઇન્કમટેક્સ, સેન્ટ્રલ એક્સાઇઝ સહિ‌તની ટીમ અવારનવાર દરોડા પાડતી હોય છે. જેમાં કરોડોની ટેક્સ ચોરી થતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી ચૂકી છે.

ત્યારે સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગનાં કમિશનર અમિતકુમાર, સુપ્રિટેન્ડન્ટ પી.એસ.રાણા, જે.બી.ઝાલા સહિ‌તની ટીમે હળવદની ટીમે હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલી કલ્યાણ ટાઇલ્સમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ત્રણ ગાડીનાં કાફલા સાથે એક્સાઇઝ વિભાગની ટીમ ત્રાટકતા કંપનીના માલિકોમાં દોડધામ મચી હતી.સર્ચ અંગે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કલ્યાણ ટાઇલ્સ નામની કંપનીમાં ટાઇલ્સ તથા બિસ્કિટ બનાવવાનું મોટા પાયે કામ થાય છે.ડયૂટીન ભરવી પડે તે માટે કંપની દ્વારા વગર બિલોનો માલ બારોબાર મોકલી આપતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...