રણકાંઠામાં રોઝના શિકારનો પર્દાફાશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગોળી વાગેલી હાલતમાં રોઝ મળી આવ્યુ : બંદૂક સાથે પંચાસરના બે સીંધી આરોપી ઝડપાયા

રણકાંઠામાં પ્રતિબંધીત રોઝનો શિકાર થતો હોવાની સનસનીખેજ બાતમી મળી હતી. આથી દસાડા પોલીસે વડગામની સીમમાં દરોડો કર્યો હતો. જેમાં પોલીસે પંચાસરના બે આરોપીઓને બંદૂક સાથે ઝબ્બે કરી પર્દાફાશ કર્યો હતો. અને બનાવની જગ્યાએથી દસાડા પોલીસે ગોળી વાગેલી હાલતમાં મૃત રોઝને પી.એમ. માટે મોકલી અપાયુ છે. જોધપુરના શૂટિંગ દરમિયાન ફિલ્મ અભિનેતા સલમાનખાન કાળીયારના શિકારમાં પકડાયા બાદ કોર્ટ દ્વારા સજા ફટકારવાની સાથે હજુ તે કોર્ટના પગથીયા ઘસી રહ્યા છે.

ત્યારે પાટડી તાલુકાના વડગામની સીમમાં કેટલાક શિકારીઓ દ્વારા બંદૂકથી રોઝનો શિકાર કરાઇ રહ્યો હોવાની બાતમી મળી હતી. આથી દસાડા પીએસઆઇ એ.એમ.પટેલ સહિ‌તના પોલીસ કાફલાએ વહેલી સવારે વડગામની સીમમાં અચાનક દરોડો કર્યો હતો. જેમાં બંદૂક વડે રક્ષિત પ્રાણી રોઝનો શિકાર કરી બાઇકમાં ભાગવાની પેરવી કરતા સુમારભાઇ જરારભાઇ સંધી (ઉ.વ.૩પ) અને ગુલાબ મહમદ ઇસ્માઇલભાઇ સંધી (ઉ.વ.પપ)ને ગેરકાયદેસર પાસ પરમીટ વગરની બંદૂક સાથે દબોચી લઇ ઝબ્બે કર્યા હતા.

સાથો સાથ દસાડા પોલીસે ઘટનાસ્થળે ગોળી વાગેલી હાલતમાં મૃત રોઝને પણ ઝબ્બે કર્યું હતુ. જયારે બજાણા ઘૂડખર વિભાગના ઇન્ચાર્જ આરએફઓ મકવાણા, ફોરેસ્ટર ભરતભાઇ છાશીયા, દિગ્વીજયસિંહ ગોહિ‌લ સહિ‌તનો સ્ટાફ પણ દસાડા પોલીસ મથકે પહોંચી જઇ મૃત રોઝને કબજે લઇ પોસ્ટ ર્મોટમ માટે મોકલી અપાયો હતો. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ એ.એમ.પટેલ ચલાવી રહ્યા છે.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો......