તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલા: આયુર્વેદિક ઔષધી સાથે અનોખો યજ્ઞ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સાયલામાં નવ વર્ષથી ત્રિ-દિવસીય મહારૂદ્ર યજ્ઞથી નવો રાહ ચીંધતા યુવાનો

સાયલાના યુવાનો છેલ્લા નવ વર્ષથી ત્રિદિવસીય મહારૂદ્ર કરી રહ્યાં છે. ત્યારે યજ્ઞની આહુતી, ધ્વજ તેમજ તોરણોથી સુશોભિત યજ્ઞ મંડપની રચનાની પર્યાવરણ અને શરીરનાં આરોગ્ય માટે જુદી જુદી આયુર્વેદિક વનસ્પતિઓ દ્વારા હોમ કરવામાં આવે છે. ત્યારે બિમારી અને અશાંતિ સામે વૈદિક ઉપચાર સાથેનો યજ્ઞ નવો રાહ ચિંધે છે.સાયલાના યુવાનો છેલ્લા ૨૩ વર્ષથી દરેક માસની શિવરાત્રિએ શિવ મંદિરના ગર્ભગૃહને સફાઇ કરીને જુદા જુદા ઉપચારો વડે શિવપૂજન કરે છે. બ્રાહ્મણ, પટેલ, પ્રજાપતી અને બ્રહ્મક્ષત્રીય સહિ‌તનાં ૧૮ યુવાનો છેલ્લા ૯ વર્ષથી ત્રિદિવસીય મહારૂદ્ર યજ્ઞ કરી રહ્યાં છે.

આ યજ્ઞશાળામાં તોરણો અને દ્રારશાખા દ્વારા અનીષ્ટોને દૂર કરવાના વૈદીક પરંપરા જોવા મળે છે. મંડપ ઉપર જુદા જુદા ચિન્હો અને રક્ષણ કરનાર દેવતા સાથેની ૨૪ ધજાઓ ખોડાય છે. આ વિશાળ મંડપમાં શેરડી, પીપળો, આંબો, ખજૂરી, કેળના પાન, આસોપાલવ સહિ‌તની અનેક વનસ્પતીઓથી આયુર્વેદીક વન જોવા મળે છે. આ બાબતે મુકેશભાઈ જાનીના જણાવ્યાં મુજબ વૈદીક પરંપરા મુજબ નવ વનસ્પતીઓની યજ્ઞમાં આહુતી આપવાના કારણે છેલ્લા ૯ વર્ષથી આ યજ્ઞમાં બેસનાર ૧પ થી ૮પ ઉંમરનાં યજમાનોને તાવ પણ આવ્યો નથી. આથી નરેન્દ્રભાઈ જાની, મહેશ શર્મા, રાજુભાઈ પ્રજાપતી, મહેશભાઈ જાની, શંકરભાઈ પટેલ, જીગ્નેશભાઈ મહેતા સહિ‌તના યુવાનો આજના સમયમાં એક નવો રાહ ચિંધી રહ્યાં છે.

અનેક રોગને પ્રાણવાયુ દ્વારા બહાર કાઢીને નવ જીવન આપનાર વનસ્પતિઓ
(૧) આંકડો- શરીરના હાડકાને પુષ્ટ બનાવીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ.
(૨) ખાખરો - લોહીનું ભ્રમણ અને ડાયાબીટીસ નાબૂદીમાં અકસીર.
(૩) ખેર-મજ્જા -માંસને યોગ્ય પ્રમાણમાં જાળવી રાખે.
(૪) અઘેડો - ચામડીના રોગ દૂર કરીને તોતડાપણું દૂર કરે
(પ) પીપળો- શરીરનાં વધતા મેદને અટકાવે.
(૬) ઉંબરો- શરીરની શક્તિ અને ર્વીયને પુષ્ટ બનાવે.
(૭) ખીજડો- સ્નાયુને મદદ કરવાનું સામર્થ પ્રાપ્ત થાય.
(૮) ધરો - પેટની બગાડ અને શ્વાસોશ્વાસની ક્રિયા સ્વચ્છ બનાવે.
(૯) દાભડો - પાચન શક્તિ અને રસનાં સ્વાદમાં મદદરૂપ.
(૧૦) કાળા તલ, ઘી અને બીલીના બીલ્લા લોહીને શુદ્ધ કરીને રક્તકણો વધારે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો