• Gujarati News
  • Although The Surendranagar District Meghamahera Reservoirs Empty!

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘમહેર છતાં જળાશયો ખાલી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ ૩૦ ટકા જેટલો વરસાદ પડયો: બીજા રાઉન્ડના વરસાદથી મોલાતને નવજીવન

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં મેઘાએ બે વાર આવી ધરતીને ભીંઝવી છે. મૌસમનો અંદાજે ૩૦ ટકા વરસાદ પડી ચૂકયો છે. તેમાં પણ ખાસ કરીને બીજા રાઉન્ડમાં મેઘાએ કરેલી મહેરથી મુરઝાતી મોલાતને નવજીવન મળ્યું છે. પરિણામે જગતનાં તાતનો હૈયે ટાઢક થઇ છે. પરંતુ બીજીબાજુ આટલો વરસાદ થવા છતાં જિલ્લાનાં મુખ્ય જળાશયોનાં હજુ પણ તળીયા ઝાટક છે. આટલો વરસાદ થવા છતાં જળાશયોની સપાટીમાં ખાસ સુધારોનો ન થતા ખાસ કરીને સ્થાનિક લોકો માટે આ બાબત ચિંતાનો વિષય બની ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા વર્ષો જુની હતી. પરંતુ નર્મદાના નીર આવતા તરસ્યા ઝાલાવાડના લોકોને પાણી માટે કરવા પડતા રઝળપાટમાં ઘણા અંશે રાહત થઇ છે.તેમ છતાં ખાસ કરીને ઉનાળાના સમયમાં જિલ્લામાં જળસંકટ ન સર્જાય તેમજ ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે મોટા ભાગનાં તાલુકાઓમાં જળાશયો બનાવવામાં આવ્યા છે. જિલ્લાના ૧૦ તાલુકા મથકોમાં કુલ ૧૩ જળાશયો બનાવવામાં આવ્યા છે. જેમાં કેટલાંક ડેમોનું પાણી લોકોને પીવા માટે ખાસ અનામત રાખવામાં આવે છે.

આગળ વાંચો : જિલ્લામાં સરેરાશ ૩૦ ટકા જેટલો વરસાદ પડયો છે