તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલા: યુવાન તમંચા સાથે ઝડપાયો, મુખ્ય સૂત્રધારનો હથીયાર વેચાણનો એકરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલા: સાયલાના સાંગોઇ ગામે દેશી તમંચો અને બંદુકના કારખાના સાથે ઝડપાયેલા મુખ્ય સૂત્રધારની પુછપરછમાં 16 હથીયાર અને 6 આરોપીને ઝડપી લેવાયા છે. ત્યારે વધુ એક રાતડકીના કાઠી દરબારને હથીયાર સાથે ઝડપી લેવાયો હતો. 

મુખ્ય સૂત્રધારે કર્યો હથીયારોના વેચાણનો એકરાર

સાયલા તાલુકાના સાંગોઇ ગામમાં દેશી બનાવટી તમંચાનું કારખાનું ઝડપાયુ હતુ. જેમાં સાયલા પીએસઆઇ પી.બી.ભેટારીયાએ કોળી રણછોડભાઇ ઉફે તકુ મેરાભાઇ શેખના રીમાન્ડ પુરા થતા સાયલા કોર્ટમાં વધુ 7 દિવસના રીમાન્ડની માંગણી સાથે રજૂ કર્યો હતો. જેમાં કોર્ટે વધુ 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. વધુ રીમાન્ડ દરમિયાન પીએસઆઇ બી.પી.ભેટારીયાને રણછોડભાઇએ વધુ એક હથીયાર રાતડકી ગામના ખાચર બાબભાઇ ઉફે ભાભલુભાઇ વાસકુરભાઇને રૂપિયા 5000માં વેચ્યો હોવાનું જણાવ્યુ હતુ. આથી પોલીસે રાતકડીના ખાચર બાબભાઇ ઉર્ફે ભાભલુભાઇ વાસ્કુરભાઇને દેશી તમંચા સાથે ઝડપી લીધા હતા. સાયલા પોલીસે આ અંગે ગુન્હો દાખલ કરીને યુવાનને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો