તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગટરના પાણીથી ત્રસ્ત મહિલાઓનો સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં ખોદકામ બાદ વરસાદ આવતા અનેક વિસ્તારોમાં લોકો વરસાદી પાણી અને ગટરના પાણીથી ત્રસ્ત છે. ત્યારે વોર્ડ નં. 5ની 100થી વધુ મહિલાઓ સોમવારે સાંજે કલેકટર કચેરીએ રજૂઆત કરવા ધસી આવી હતી. મહિલાઓએ અધિક કલેકટર સમક્ષ પોતાની સમસ્યા વર્ણવી હતી. જયારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રે તાત્કાલીક પોલીસ બોલાવી લીધી હતી.

સુરેન્દ્રનગરમાં શહેરમાં જેટલા આકાશમાં તારા દેખાય તેટલા શહેરમાં ખાડા છે. તેમાં પણ ખોદકામ બાદ વરસાદ આવતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે. ત્યારે વોર્ડ નં. 5માં આવેલ હરીકૃષ્ણ સોસાયટી અને રાધાકૃષ્ણ સોસાયટીમાં ચોમાસાની શરૂઆત સાથે જ છેલ્લા બે માસ કરતા વધુ સમયથી વરસાદી પાણી અને ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થઇ ગયા છે. આથી સોમવારના રોજ સાંજે આ વિસ્તારમાં રહેતા દક્ષાબેન, કાંતાબેન, કૈલાસબેન, સંગીતાબેન સહિત 100થી વધુ મહિલાઓ   કલેકટર કચેરીમાં રજૂઆત કરવા ધસી આવી હતી. 
 
અધીક કલેકટર ચંદ્રકાંત પંડયાએ બન્ને વિસ્તારોના લોકોની રજૂઆતો સાંભળી

મહિલાઓએ અધિક કલેકટર ચંદ્રકાંત પંડયાને હાલ સ્વાઇન ફલૂ રોગે માઝા મૂકી છે. ત્યારે ભયંકર બીમારી ફેલાય તે પહેલા વોર્ડ નં. 5માં ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીનો નીકાલ કરવા માંગ કરી હતી.  આ અંગે તાત્કાલીક નીકાલ નહી આવે તો મહિલાઓએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. કલેકટર કચેરીમાં એક સાથે 100થી વધુ મહીલાઓનું ટોળુ ધસી આવતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીએસઆઇ વાય.જી.માથુકીયા, હિતેન્દ્રસિંહ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. આ ઉપરાંત રતનપરના અંબીકા મંદીર પાસે પણ વરસાદી પાણીના નિકાલ માટે રહીશો કલેકટર કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા. અધીક કલેકટર ચંદ્રકાંત પંડયાએ બન્ને વિસ્તારોના લોકોની રજૂઆતો સાંભળી નગરપાલીકાને સૂચના આપી કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.
અન્ય સમાચારો પણ છે...