તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડમાં વરસાદી માહોલ: કપાસ, જુવારના પાકને ફાયદો થવાની આશા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં બુધવારના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં એક થી બે ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં ચોટીલા, મૂળી અને થાન તાલુકાના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતોમાં હવે વરસાદની આશા જન્મી છે. જયારે ધ્રાંગધ્રા પંથકમાં વરસાદથી પાકને ફાયદો થશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ઝરમરીયો વરસાદ વરસ્યો હતો.

થાન, ચોટીલા, મૂળી, ધ્રાંગધ્રામાં બે ઇંચ સુધી વરસાદ

થાન અને રામપરડા વચ્ચે મોડી સાંજે વરસાદ ખાબક્યો હતો. જેમાં એક થી બે ઇંચ વરસાદ પડ્યાના વાવડ પ્રાપ્ત થયા છે. જ્યારે ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાઇ થયા હતા. આ વૃક્ષો રસ્તા પર પડતા વાહન વ્યવહારને અસર થઇ હતી. ચોટીલા તાલુકામાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો. આથી  ચોટીલા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જ્યારે ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

મૂળી તાલુકામાં બુધવારે સવારથી લોકો ભારે બફારા અને ઉકળાટનો સામનો કરી રહ્યા હતા ત્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન શરૂ થયો હતો. જેમાં મૂળી, સિધ્ધસર, ઉમરડા, સોમાસર  સહિત આસપાસનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. જયારે વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જયારે ધ્રાંગધ્રા પંથકમા વરસાદે બે દિવસ વિરામ વિધા બાદ ફરી બુધવારે સાંજના એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં વધુ વાંચો....
અન્ય સમાચારો પણ છે...