તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાનગઢમાં પીવાના પાણીની અછત, પાણી માટે લોકોનો રઝળપાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનઃ થાનગઢની એકાદ લાખની વસ્તીમાટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન માટે ગ્રાન્ટ ફાળવાઇ હતી. ત્યારે થાનગઢ વિસ્તારમાં શિયાળાની શરૂઆત જ મોટાભાગના વિસ્તારોમાં પીવા માટેના પાણીની તંગી વર્તાઇ રહી છે. આથી થાનગઢના લોકો પાણી માટ રઝળપાટ કરવો પડે તેવો ઘાટ સર્જાયો છે.

થાન વિસ્તારમાં નર્મદાનું પાણી અને બાંડીયાબેલી ડેમમાં પુષ્કળ પાણી છે આમ છતા શિયાળાની શરૂઆતમાં જ થાનગઢમાં પાણીની તંગી વર્તાવા લાગી છે. આથી પાણી માટે પ્રજાને હાલાકી પડી રહી છે. આ અંગે પ્રવિણભાઇ પંચાલે જણાવ્યુ કે અમારા વિસ્તારમાં પીવાના પાણી ના ફાંફા ભર શિયાળે પડી રહ્યા છે. અમારે ક્યારેક દૂરદૂર સુધી પીવાનું પાણી ભરવા જવુ પડે છે. આથી આ અંગે પાલીકા કચેરીએ આ માટે ઘણી વખત મૌખીક રજૂઆત કરી છે. જેમાં સ્ટેશન વિસ્તારમાં બોડી ધારનો વિસ્તાર ધર્મેન્દ્રનગર, રૂપાવટીરોડ વિસ્તાર સહિતના વિસ્તારોના લોકોને પણ પીવાના પાણી માટે પૈસા ખર્ચીને પાણી મંગાવવુ પડી રહ્યુ છે. આ અંગે થાન પાલિકાના ચીફ ઓફિસર વી.વી.પરમારે જણાવ્યુ કે પાલિકા કચેરી દ્વારા દરેક વોર્ડમાં પીવા માટેનું પાણી મળી રહે તેવા પ્રયત્નો કરીએ છીએ.
અન્ય સમાચારો પણ છે...