તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદની નર્મદા કેનાલમાં ગાબડું, હજારો લિટર પાણીનો વેડફાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ: હળવદમાં ધ્રાંગધ્રા માળિયા બ્રાંન્ચની બે કાંઠે નર્મદા કેનાલ પસાર થઈ છે. ત્યારે હળવદના સુખપર ગામ નજીક ધ્રાંગધ્રા બ્રાંન્ચ કેનાલમાં રવિવારે એકાએક ગાબડુ પડયુ હતું. આથી  હજારો લીટર પાણીની રેલમછેલ સર્જાઈ હતી. આ કેનાલ તૂટતા કોન્ટ્રાક્ટરના નબળા કામની પોલ છતી થઈ હતી.

કરોડા રૂપિયાના ખર્ચે ગામો નર્મદા કેનાલ બનાવી

રાજય સરકાર દ્વારા ખેડૂતો, લોકો અને મુંગાપશુઓને પીવાનુ પાણી મળી રહે તે માટે કરોડા રૂપિયાના ખર્ચે ગામો નર્મદા કેનાલ બનાવેલ છે. પરંતુ સરકારના નાણાનુ યોગ્ય રીતે કોન્ટ્રાક્ટર દ્વારા નહી વાપરાતા કામ નબળુ કરતા હોવાની ચોકાવનારી વિગતો હળવદ નર્મદા કેનાલમાં બહાર આવી હતી. ધ્રાંગધ્રા બ્રાંન્ચની કેનાલ હળવદ તાલુકાના સુખપર ગામથી પસાર થઈ છે. આ કેનાલમાં રવિવારે બપોરે એકાએક મસમોટુ ગાબડુ પડી ગયુ હતું. આથી જોતજોતામાં પાણી સુખપર, લીલાપુર સહીતની સીમમાં વહેવા લાગેલ સતત ચારથી પાંચ કલાક પાણી કેનાલમાંથી નીકળતા હજારો લીટર પાણી વેડફાઈ ગયુ હતુ.

કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલા ભરવા ખેડૂતોની માંગ

આ અંગે ખેડૂત સતીષભાઈ પટેલ, રમેશભાઈ જણાવ્યા પ્રમાણે કે નર્મદા કેનાલનુ કામ કોન્ટ્રાક્ટર દ્વારા નબળુ કરાયુ છે. આથી સરકારી નાણા યોગ્ય રીતે કોન્ટ્રાક્ટરએ વાપરેલ નથી. હાલ પાણીની કટોકટીનો સમય હોય. ત્યારે એવા સમયએ હજારો લીટર પાણીનો બગાડ થયો છે. કેનાલનુ કામ નબળુ કરનાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી અમારી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. આ બનાવની જાણ નર્મદા વિભાગના અધિકારીઓ અને હળવદ  મામલતદાર કે.જી. થડોદાને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ તપાસ કરીને જણાવ્યું કે, જવાબદારી કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવશે.
 
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...