તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોને દફનાવવાની જગ્યામાં વઢવાણ પાલિકાએ બનાવ્યો સમ્પ, લોકોમાં આક્રોશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણઃ વઢવાણ શહેરમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ વર્ષોથી ચાલી રહ્યુ છે. ત્યારે ભોગાવા નદી કાંઠે મૃતબાળકોને દફનાવવા માટેની સરકારી જમીન પર ભૂગર્ભ ગટરનો સંમ્પ બનાવતા વિવાદ ઊભો થયો છે. હાલ બાળકોને દફનાવવાની જગ્યા પર કામગીરી શરૂ થતા આ અંગે આંદોલનની ચીમકી અપાઇ છે. જ્યારે પાલિકાએ જણાવ્યું કે, આ નિર્ણય અગાઉ શાસકો અને વહીવટકર્તાઓએ કર્યો હોવાથી તપાસ કરીશું.
જમીન પાલિકાની કે સરકારની તે ખુદ નગરપાલિકાને પણ ‘જાણ’ નથી

વઢવાણ શહેરમાં વર્ષોથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. જેમાં ભોગાવા નદીમાં આ ભૂગર્ભ ગટરના પાણીના સમ્પ જી.યુ.ડી.સી દ્વારા ઊભા કરાઇ રહ્યા છે. ત્યારે વઢવાણ એસ.ટી બસ સ્ટેશન પાસે મૃત બાળકોને દફનાવવાની સરકારી જગ્યા પર ભૂગર્ભ ગટરનો સંમ્પ ઊભો કરવાની કામગીરી શરૂ થતા વિવાદ ઊભો થયો છે. આ અંગે જાગૃત નાગરિકોએ જે તે સમયે વઢવાણ નગરપાલિકાનું ધ્યાન દોર્યું હતું. પરંતુ આમ છતાં આ કામગીરી ચાલુ રહેતા વઢવાણના શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.
બાળકોના સ્મશાન માટે ફાળવાયી છે જમીન

આ અંગે શહેરીજનોએ જણાવ્યુ કે વઢવાણ શહેરમાં બાળકો મૃત્યુ પામે તો તેને દફનાવવા માટે ભોગાવા નદી કાંઠે આવેલી સરકારી જમીનની ફાળવણી કરાઇ હતી. આ સ્થળે લોકો મૃત બાળકોની દફન વિધી પણ કરતા હતા. પરંતુ દબાણો હટાવી જી.યુ.ડી.સી એ અહીં ભૂગર્ભ ગટરનો સંમ્પ બનાવવાનું શરૂ કર્યું છે. આથી મૃત બાળકોને ક્યાં દફનાવવા તેની સમસ્યા ઊભી થશે.
પાલિકા દ્વારા તેની તપાસ કરાઇ રહી છે
આ અંગે વઢવાણ નગરપાલિકાના ચીફઓફિસર એ.એ.પંજવાણીએે જણાવ્યું કે, આ નિર્ણય અગાઉના શાસકો અને ચીફઓફિસરે કર્યો છે. આથી આ જમીન સરકારી છે કે વઢવાણ પાલિકા દ્વારા તેની તપાસ કરાઇ રહી છે. હાલ જી.યુ.ડી.સી દ્વારા ભૂગર્ભ ગટરના સંમ્પની કામગીરી ચાલી રહી હોવાથી ઝડપથી કાર્યવાહી થશે.
હવે મૃત બાળકોને દફનાવવા ક્યા? કબ્રસ્તાન પર તો સમ્પ છે

વઢવાણમંા મૃત બાળકોને દફનાવવાની જગ્યા પર ભૂગર્ભ સમ્પ બનાવવાનું શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. હવે લોકોમાં પ્રશ્ન એ છેકે મૃત બાળકોને દફનાવવા ક્યાં?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો