તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજદરબાર સુધી પહોંચ્યો 'તો ભૂંડના ત્રાસનો પ્રશ્ન, ભૂંડને ભગાડવા ભાલાનો થતો ઉપયોગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડીઃ આઝાદી પહેલા બજાણા પંથકમાં જંગલી ભૂંડનાં ત્રાસનો પ્રશ્ન રાજ દરબારમાં પહોંચતા બજાણા સ્ટેટે બ્રિટીશ ગવર્નમેન્ટ સાથે મીટીંગ ગોઠવી હતી. જેમાં ખાસ અરબી જાતિના તાલીમબધ્ધ ઘોડાઓ પર સવારી કરી ‘પીગસ્ટીકીંગ’ની અનોખી રમત એટલે કે ઘોડાઓ પર પૂરઝડપે સવારી કરી દોડતા ભૂંડો પર દૂરથી ભાલા વડે હુમલો કરી ભૂંડોનો ખાત્મો બોલાવી સંપૂર્ણ સફાયો થયો હતો.
જંગલી ભૂંડો પગપાળા જતા લોકો પર જીવલેણ હુમલો કરતા

24 ગામોનાં સ્ટેટ ગણાતા એવા બજાણા સ્ટેટમાં એ સમયે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીનો હતો. એ સમયે ખેતી પણ આધુનિક ન હોવાથી ખેડૂતો પગપાળા ખેતરમાં જઇ કામ કરતા હતાં. આ ઉપરાંત એ સમયે પીવાના પાણી માટે મહિલાઓને કૂવે કે ખૂબ દૂર જવુ પડતુ હતું. રસોઇ બનાવવા લાકડા કાપવા કે છાણા એકઠા કરવા પણ દૂર ચાલતા જવુ પડતુ હતું. આ સમયે ખેતરમાં રહેતા જંગલી ભૂંડો પગપાળા જતા લોકો પર જીવલેણ હુમલો કરતા અને ઘાયલ કરી લોહિલુહાણ કરી દેતા.
જંગલી ભૂંડોનાં અસહ્ય ત્રાસ અંગે સવિસ્તાર ચર્ચા કરવી પડતી
ભૂંડોનો ત્રાસ અસહ્ય રીતે વધી જતાં આ વિકટ પ્રશ્ન એ વખતનાં રાજાના દરબાર સુધી પહોંચી જતાં પ્રજાના રક્ષણ માટે સતત જાગૃત રહેત એ સમયનાં રાજા જીવણખાનજી નશીબખાનજીએ તાકીદે બ્રિટીશ ગવર્નમેન્ટનાં અમલદારો સાથે મીટીંગ ગોઠવી હતી. અને જંગલી ભૂંડોનાં અસહ્ય ત્રાસ અંગે સવિસ્તાર ચર્ચા કરી હતી. ત્યારબાદ એ સમયે ખાસ તાલીમ આપી તૈયાર કરાયેલા અરબી જાતિના તાલીમબધ્ધ ઘોડાઓ પર સવારી કરીને સીમમાં દોડતા ભૂંડ પાછળ ખૂબ જ ઝડપથી પીછો કરી દૂરથી અણીદાર ભાલા વડે ભૂંડો પર હુમલો કરી ખાત્મો બોલાવી થોડા દી’માં જ મોટા ભાગના તમામ જંગલી ભૂંડોનો સંપૂર્ણ સફાયો કરી પ્રજાહિત માટેનું ઉમદા કાર્ય કર્યુ હતું.
60 વર્ષ સુધી આ વિસ્તારમાં એકપણ જંગલી ભૂંડ દેખાયું ન હતું

આ અંગે હાલના બજાણા સ્ટેટનાં યુવરાજ શહેરયારખાન ફિરોજખાનજી મલીકે જણાવ્યું કે, એ સમયમાં પીગસ્ટીકીંગની અનોખી રમત વડે મોટા ભાગના તમામ જંગલી ભૂંડોનો ખાત્મો બોલાવી દેવાયા બાદ સતત 50 કે 60 વર્ષ સુધી આ વિસ્તારમાં એકપણ ભૂંડ દેખાયુ ન હતું. અને હવે ફરીથી જંગલી ભૂંડો દેખાવાની સાથે ખેડૂતો પર હુમલા કરવાના બનાવો પણ વધ્યા છે. આ અનોખી રમતમાં ઉપયોગમાં લેવાયેલા અણીદાર ભાલા આજેય યાદગીરીરૂપે બજાણા સ્ટેટના દિવાનખંડને શોભાવી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો