કોંગ્રેસ વિકાસનું નહી પરંતુ વિનાશનું પ્રતિક: યોગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી બે ફાયદા થયા છે. એક કાયમ મૌન રહેતા મૌની બાબા બોલતા થઇ ગયા છે. અને રાહુલ બાબા મંદીરે જતા થયા હોવાનું કહી બન્ને પર કટાક્ષ કર્યો હતો. આ ઉપરાંત રામ મંદિરના મુદ્દે કોંગ્રેસ હિન્દુ અને રામ વિરોધી હોવાની બાબત છતી થઇ હોવાનું કહી ફરીથી હિન્દુત્વનો રાગ આલાપ્યો હતો. વઢવાણ વિધાનસભાની બેઠકમાં જૈનોની નારાજગી ઉડીને આંખે વળગે તેવી હતી.


કોંગ્રેસ નબળી પડી છે, તીન તગડીના શરણે: રૂપાણી


ઘીના ઠામમાં ઘી પાડીને વઢવાણ વિધાનસભાના ઉમેદવાર ધનજીભાઇ પટેલના પ્રચાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ સુરેન્દ્રનગર આવ્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસ, રાહુલ ગાંધી અને ખાસ કરીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસીંઘ પર વાકબાણો છોડયા હતા. નરેન્દ્રભાઇએ મને નર્મદા વિશે કાંઇ રજૂઆત કરી જ ન હતી તેવા મનમોહનના નિવેદનને જુઠાણા ગણાવી કહ્યુ હતુ કે, બાર વર્ષે બાવો બોલ્યો જા બેટા કાળ. સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરે જે દલીલો રજૂ થઇ હતી તેમાં કોંગ્રેસ હિન્દુ અને રામની વિરોધી હોવાની બાબત સ્પષ્ટ થઇ ગઇ હોવાનું તેમણે જણાવ્યુ હતુ.


આટલુ જ નહી પરંતુ કોંગ્રેસમાં ચાલતા વંશવાદની પણ તેમણે ટીકા કરી હતી. કોંગ્રેસ પરિવારના આધાર પર આગળ વધી રહી છે. કોંગ્રેસ એટલી બધી નિર્બળ પડી ગઇ છે કે, તીન તગડીના શરણે થઇ ગઇ હોવાનું કહી હાર્દિક, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરને પણ યાદ કર્યા હતા. હિન્દુ આતંકવાદ દેશને નુકશાન કરતો હોવાનું કહેનાર કોંગ્રેસના રાહુલ મંદિરે જઇ માથુ ટેકવે છે તેના પર કટાક્ષ કરતા રૂપાણીએ જણાવ્યુ કે, સારૂ મંદિરે જવાથી ભગવાન તેમને સમજદારી આપે. જાહેર સભા પૂર્ણ થયા બાદ વિજયભાઇ રૂપાણીએ જૈનો સાથે ખાસ બેઠક યોજીને મિચ્છામી દુક્કડમ કર્યા હતા.

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, રામ મંદિરના નિર્ણયમાં રાહુલ સહમત: યોગી.....

અન્ય સમાચારો પણ છે...